National

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર મોટી કાર્યવાહી, IT વિભાગે 1000 કરોડની સંપત્તિ જપ્ત કરી

મહારાષ્ટ્રમાં (Maharashtra) આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની (Ajit Pawar) 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. Income tax વિભાગે મુંબઈના નરીમાન પોઈન્ટમાં (Nariman Point) નિર્મલ ટાવર સહિત પાંચ મિલકતો જપ્ત કરી છે. વિભાગે ગયા મહિને પવારની બહેનોના ઘરો અને કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.

અગાઉ, આવકવેરા વિભાગને મુંબઈના કેટલાક રિયલ એસ્ટેટ (Real Estate) ઉદ્યોગપતિઓ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પરિવારના કેટલાક સભ્યોના કબજામાં રૂ. 184 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે મુંબઈ, પુણે, બારામતી, ગોવા અને જયપુરમાં લગભગ 70 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ દરમિયાન બેનામી ટ્રાન્ઝેક્શન્સ પણ મળી આવ્યા છે, જેને પુરાવા તરીકે રાખવામાં આવ્યા છે. 

દરોડામાં મળી આવેલા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી, બંને જૂથો પાસે લગભગ 184 કરોડ રૂપિયા મળી આવ્યા છે, જેનો કોઈ હિસાબ ઉપલબ્ધ નથી. જો કે આ વિભાગ દ્વારા બેમાંથી એક પણ જૂથનું નામ આપવામાં આવ્યું નથી. દરોડાના દિવસે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે મીડિયાને જણાવ્યું હતું કે આઈટી વિભાગે તેમની ત્રણ બહેનોના ઘર પર પણ દરોડા પાડ્યા છે. તેમાંથી એક કોલ્હાપુર જિલ્લામાં અને બે અન્ય મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં રહે છે. 

Most Popular

To Top