Madhya Gujarat

ઓનલાઇન કામગીરી છતા સિંગવડ મામલતદાર કચેરીમાં લાંબી લાઇનો

સીંગવડ : સીંગવડ તાલુકાના મામલતદાર ઓફિસમાં લોકો જાતિના તથા આવક ના દાખલા કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો જ્યારે આ કનેકટીવીટી ન અભાવના લીધે લોકો 10:00 વાગ્યા થી લાઈનમાં ઉભા હતા સાંજે ચારથી પાંચ વાગ્યે નંબર આવ્યો હતો જ્યારે બધું જ ઓનલાઇન કરીને સરકાર દ્વારા આ કનેક્ટિવિટી નહિ આવતી હોય તો પછી લોકોને કલાકો સુધી કનેકટીવીટી ન હોવાના લીધે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે જ્યારે કનેક્ટિવિટી સીંગવડ મામલતદાર ઓફીસ માં ઘણો ટાઈમ નહિ હોવાની બૂમો પડતી હોય છે જ્યારે સરકારી ઓફિસોમાં જ કનેક્ટિવિટીનો અભાવ હોય તો પછી બીજાને શું કહેવું જ્યારે સરકાર દ્વારા બધું જ ઓનલાઇન કરીને લોકોને વધારે વાર  ઊભા નરહેવું પડે   અને તેમના કામ ફટાફટ થઈ જાય પરંતુ આ સરકારી તંત્રના અણઘડ વહીવટના કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે  ફટાફટ કામ નહી થતા કલાકો સુધી રાહ દેખીને ઉભુ રહેવું પડતું હોય છે  આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ કાયમનો હોય તેના માટે ઉપલા અધિકારીઓ દ્વારા આ કનેક્ટિવીટી માટે કોઈ પણ સરકારી પગલા લઇ ને કનેક્ટિવિટી ચાલુ રહે તો ગામડા માંથી  આવતા લોકોને તકલીફનો સામનો કરવો પડે છે.

Most Popular

To Top