ગાંધીનગર: (Gandhinagar) દિવાળીના તહેવારો તથા કોરોનાના ઘટતા કેસોના પગલે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા જાહેરનામુ બહાર પાડીને રાજયમાં હવે કફર્યુમા (Curfew) બે કલાકની વધારાની છૂટછાટ આપી દીધી છે. ગૃહ વિભાગના (Home Ministry) સત્તાવાર નોટિફિકેશન મુજબ હવે રાજયમાં 30મી ઓકટો.થી 30મી નવે. સુધી રાજયના 8 મહાનગરો (Metros) એટલે કે અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ, ભાવનગર , જામનગર , જુનાગઢ , અને ગાંધીનગરમાં રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે.
- દિવાળીના તહેવારને પગલે રાજયમાં હવે કફર્યુમાં વધુ બે કલાકની છૂટ
- રાત્રીના 1થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કફર્યુ રહેશે
- ગૃહ વિભાગે જાહેરનામુ બહાર પાડી દીધુ – હવે કફર્યુ 30મી નવે. સુધી લંબાવવામાં આવ્યો
- બેસતા વર્ષના સ્નેહ સંમેલનો તથા છઠ્ઠ પૂજા 400 વ્યકિત્તની મર્યાદામાં યોજી શકાશે
સરકાર દ્વારા કર્ફ્યુને લગતી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર દુકાનો મોલ સહિત વ્યાપારિક પ્રવૃત્તિ રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરેન્ટસ રાત્રીના 12 વાગ્યા સુધી 75 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. ફૂડની હોમ ડિલીવરી તથા ટેક અવે પણ રાત્રિના 12 વાગ્યા સધી ચાલુ રાખી શકાશે. તેવી જ રીતે સ્પા સેન્ટરો સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. નવા બેસતા વર્ષના સ્નેહ સંમેલનો 400 વ્યકિત્તની મર્યાદામાં રાખી શકાશે. જયારે સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલ કરવાની શરતે છઠ્ઠ પૂજામાં પણ 400 વ્યકિત્તઓની મર્યાદામાં આયોજન કરી શકાશે. 30 નવેમ્બર સુધી 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે.