વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં રોગચાળો દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણીની સમસ્યા મુદ્દે સભા ઉગ્ર બની હતી. રખડતાં ઢોર મૂકે ઇજા પામનાર મહિલાને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પાલિકા રૂપિયા આપે તેવી રજૂઆત કરી હતી. 10 વરસથી લક્કડ પીઠા ની 100 વિઘા જમીન પર ડેવલોપમેન્ટ કરવામાં ન આવતા જગ્યા પાછી લેવી જોઈએ. વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે પાલિકા ખાતે મળી હતી. ભાજપના કોર્પોરેટર નિતીન ડોંગાએ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ધમકી મળી હતી.
જે કામગીરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે જલ્દી જલ્દી તોડી નાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને બે દિવસ પહેલા ભારત પાકિસ્તાનની મેચ માં પાકિસ્તાનના જીત બદલ જે ફટાકડા ફોડવામાં આવ્યા તે ચલાવી લેવામાં નહીં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 13 કોંગ્રેસના કોર્પોરેટર બાળું સુર્વે શહેરમાં નવાપુરા વિસ્તારમાં ઝાડા ઉલટી ડેન્ગ્યુ જેવા રોગોએ માથું છે ખારવા રોડ થી બકરાવાડી સુધીના વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય થઈ ગયું છે કચરાપેટી બંધ કરી દેવામાં આવી છે. લાલબાગ થી જે પાણી આવી રહ્યું છે તે ઓછા પ્રેશરથી આવે છે અને અમારા વિસ્તારમાં પાણી નિકાલ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા ચાર દિવસથી દિવાળીના તહેવારના સમયે પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેટર મનીષ પગાર દરેક સભ્યોને વિનંતી કરી હતી કે શહેરના કોઈ પણ વિસ્તારમાં પાણી લીકેજ હોય કે પાણીનો વેડફાટ થતો હોય તો તરત જ મારો નંબર આપી દેજો અને હું એ કામગીરી બતાવી દઈશ કામ કરતા હું જરાય થાકવાનો નથી. કોંગ્રેસના કોર્પોરેટર જ ભરવાડે જણાવ્યું હતું કે શાસ્ત્રી બ્રિજ થી પંડ્યા પટેલ બાજુ જે પંપીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જે અટલાદરા એસટીપી માં જાય છે પરંતુ પંપો ચાલતા નથી જેના કારણે ખૂબ દુર્ગધ મારે છે.
છેલ્લા પાંચ વર્ષથી કામગીરી કરવામાં આવી નથી મચ્છરોનો ત્રાસ વધી ગયો છે જેના કારણે રોગચાળો પણ ત્યાં ફેલાયેલો છે અને જે ડ્રેનેજ નું ગંદુ પાણી છે તે અટલાદરા એસટીપી પંપ ને બદલે ભૂખી કાસમાં જાય છે. કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ હંગામી ધોરણે ડ્રાઈવર માં ફરજ બજાવતા કર્મચારીઓ નું દોઢ મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી જે 24 કલાકમાં પગાર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં પાણીનું જે ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે તે સપ્લાય બરાબર કરવામાં આવતું નથી તેના કારણે અમુક વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી મળે છે. અગાઉ જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા તેવા અધિકારીઓ અને પરત લેવામાં આવ્યા છે. મારા મત વિસ્તારમાં જ હજારો ગેરકાયદેસર પાણીના કનેક્શન નાખવામાં આવ્યા છે તે લોકોને પુરતું પાણી મળે છે.