ફિલ્મોની અને ફિલ્મ અભિનેતાઓની સમાજ પર બહુ ઊંડી અસર છે. તેથી ફિલ્મ નિર્માતા અને કલાકારોની ફિલ્મ નિર્માણવેળા જવાબદારી વધે છે. ફિલ્મ એ સમાજનું પ્રતિબિંબ છે, પરંતુ અરીસો બતાવે તેવું પ્રતિબિંબ છે કે કેમ? કોઈ પણ ફિલ્મ સમાજને મનોરંજનની સાથે એક મેસેજ છોડતી હોવી જોઈએ. ફિલ્મોમાં બતાવાતી ખરાબ બાબતો સમાજ પર એક નાકારાત્મક પ્રભાવ છોડે છે અથવા સત્ય ઘટના પર બનેલી ફિલ્મો લોકોની આંખો ખોલે છે. અને સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે તરફ અંગૂલિ નિર્દેશ કરે છે. થોડા સમય પહેલા રાજ કુંદરા કેસ અને હવે આર્યન ખાન ડ્રગ્સ કેસ- આ અવળી અસરો છે. બીજું કે મોટા અભિનેતાઓ માત્ર પૈસા કમાવાના હેતુથી અમુક પ્રકારની જાહેરાતોની એડ કરે છે કે જે એમણે કદી વાપરી ન હોય અને જીવનની ગુણવત્તા સાથે એને કદી લેવા દેવા ન હોય. આમ, જન સામાન્ય એ ચિત્રપટ અને અભિનેતાઓની નકારાત્મકતાથી બચીને ચાલવાનું છે.
સુરત. – વૈશાલી જી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ફિલ્મોની સમાજ ઉપર અસર
By
Posted on