Charchapatra

ઓન લાઇન ગેમિંગ પર પ્રતિબંધ આવકારદાયક

ઓનલાઇન ગેમિંગ એ વ્યસન છે. પહેલા લોકો વિડીયો ગેમ્સ રમતા હતા હવે લોકો ઓનલાઇન ગેમ્સ પાછળ પાગલ છે. ક્રિકેટ અને ફૂટબોલ જેવી ફેન્ટસી ઓનલાઇન ગેમમાં લોકો સટ્ટો રમતા હતા અને પોતે દરેક બોલે સિકસ મારી શકે છે એવા વહેમમાં રહી રમનાર વ્યકિત પૈસા ગુમાવ્યા કરતી હતી. ગેમ રમનાર પૈસા કમાતા હતા પણ તે કયારેક જ. તાજેતરમાં કર્ણાટક સરકારે આવી ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ મુકીને લાખો પેરન્ટસની ચિંતામાં ઘટાડો કર્યો છે. કર્ણાટક પહેલુ એવું રાજય બન્યું છે કે જેણે ઓનલાઇન ગેમિંગના દૂષણને અટકાવવા પગલાં લીધા છે.

જે ગેમ સાઇટ પૈસાની લેવડદેવડ કરતી હોય અને સટ્ટો રમાડતી હોય તેના પર કર્ણાટક સરકારે પ્રતિબંધ મુકી હિંમત બતાવી છે. કેમકે ઓનલાઇન ગેમિંગવાળા જયાં તગડી કમાણી કરે છે તેવા મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયે હજુ સુધી આવી હિંમતા બતાવી નથી કે આ બાબતે કંઇ વિચાર્યું હોય તેવું પણ લાગતું નથી. સામાજિક રીતે ઓનલાઇન ગેમિંગને હટાવવી જરૂરી છે, કેમકે તેના કારણે નવી પેઢી આઉટડોર ગેમથી દૂર થઇ રહી છે. જેના લીધે તેમનું શરીર સૌષ્ઠવ પણ બંધાઇ શકતું નથી. આથી કર્ણાટકે ઓનલાઇન ગેમિંગના દૂષણને ડામવા તેના પર પ્રતિબંધ મૂકયો છે તે આવકારદાયક છે અને અન્ય રાજયો માટે અનુકરણીય છે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top