દિક્ગજ : દિશાઓ ગજવનાર – આજકાલ દિગ્ગજ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. કોરોના મહામારી દરમિયાન અનેક ક્ષેત્રની ઘણી વ્યકિતઓ મૃત્યુ પામી છે. જયારે જયારે એમના વિશે લખવામાં આવ્યું છે ત્યારે દિગ્ગજ શબ્દ વપરાય છે. પછી એ ફિલ્મી સેલીબ્રીટી હોય કે કોઇ નેતા હોય. ફિલ્મ ક્ષેત્રના કોઇ પણ વિભાગમાં કામ કર્યું હોય તે કલાકારની આઠ – દશ ફિલ્મો રજૂ થઇ હોય, તેમાંથી એકાદ – બે સફળ થઇ હોય અને પછી તેઓ ગુમનામીના અંધકારમાં સરી પડયા હોય. તે જ રીતે ગીતકાર – સંગીતકારની એકાદ – બે રચના પ્રસિધ્ધિ પામી હોય તેઓ માટે પણ દિગ્ગજ શબ્દ વપરાય છે. આ યોગ્ય નથી. યોગ્ય શબ્દનો ઉપયોગ યોગ્ય વ્યકિત માટે થાય તો તે શબ્દની ગરિમા જળવાય.
સુરત -પલ્લવી આર. ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોઇને ય ‘દિગ્ગજ’ વિશેષણ ન લગાડો
By
Posted on