વડોદરા: શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાના વર્ષ 2018માં દેવ ઉર્ફે રોહિત ગોપાલસિંઘ ચૌધરી (રહે ઓલપાડ સુરત) સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતા સુરત મારા સસરા ગોપાલસિંઘ ચૌધરી અને સાસુ સુમિત્રા ચૌધરી સાથે રહેતા હતા. આ દરમિયાન દેવ અને સાસુ સસરા, તારા પિતા તો ભિખારી છે. એવા મહેણાં-ટોણા મારી જણાવતા કે તારા પિતાએ ઘણું ઓછું દહેજ આપ્યું છે. અમે અમારી બંને દીકરીઓને ઘર વેચી 20-20 લાખ આપ્યા છે. તેમ જણાવી ઝગડો કરી દહેજ પેટે ત્રાસ આપતા હતા.
ગત વર્ષ 2019માં કોઈ પણ વાંક વગર દેવ અને સાસુ સસરાએ મળી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. પરિણીતાના પિતાએ લગ્ન સમયે આપેલું 10 તોલા જેટલું સોનુ, બીજા દાગીના, ઘર વખરીનો સામાન વગેરે જેવું પાછું આપ્યું ન હતું અને ખુબ ઝગડો કર્યો હતો. આ દરમિયાન પરિણીતા તમે કેમ મારી સાથે કંકાસ કેમ કરો છો તેમ પૂછતી હતી. ત્યારે તેઓ જણાવતા કે તારા પિતાએ દહેજ ઓછું આપ્યું છે. જો પાછું ઘરમાં આવું હોય તો દહેજ લઇ આવજે પરંતુ તે ન હતા કહેતા કે કેટલું દહેજ લાવજે બસ વધુ દહેજ લઇ આવજે તેમ કહી ઘરમાંથી કાઢી મૂકી હતી. અને દેવે ફોન પર જણાવ્યું હતું કે, ઘરે પરત આવી તો જાનથી મારી નાંખીશ.
આ ઉપરાંત પરણિતાને ઘામાંથી કાઢી મૂકી હોવાથી પિતાએ સાસરિયાઓનો સમાધાનના સંદર્ભમાં સંપર્ક કર્યો હતો અને અમે સૌ ભરૂચના એક ગાર્ડનમાં ગત વર્ષ 2020માં ભેગા થયા હતા. ત્યારે દેવ પરણિતાના પિતાને જણાવ્યું હતું કે, મારે તમારી દીકરી સાથે ગમે તેમ કરી છુટાછેડા લઇ લેવા છે. અને જો નહિ આપો તો ખોટો કેસ કરી તમને ફસાવી દેવાની ધમકી આપતો હતો. સાસરિયાઓએ ફરીથી પરણિતાને મારમારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી સારવાર અર્થે પરણીતાને સહોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આખરે કંટાળી પરણિતાએ મહિલા પોલીસ મથકમાં પતિ દેવ ઉર્ફે રોહિત ગોપાલસિંઘ ચૌધરી, ગોપાલસિંઘ મંગલરામ ચૌધરી, સુમિત્રા ચૌધરી, સંતોષ ટેગોર, મંજુબેન ટેગોર (ઉપરોક્ત તમામ રહે – ઓલપાડ, સુરત) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે.