Charchapatra

લગ્ન વ્યવસ્થા એ એક જરુરી સંસ્કાર છે

લગ્ન વ્યવસ્થા એ એક જરુરી સંસ્કાર છે અને આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. લગ્ન વ્યવસ્થા યોગ્ય ઉંમરના છોકરા છોકરીઓને લગ્ન બંધનમાં ન બાંધે તો સમાજમાં વ્યભિચાર વધવાના સંજોગો ઉભા થાય છે. આપણી પૂર્વની તથા પશ્ચિમની સંસ્કૃતિમાં ઝાઝો તફાવત છે. આપણે લોકો એકજ જીવનસાથી સાથે આખી જિંદગી કાઢી નાંખીયે છીએ. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં તેઓ એક જીવનસાથી સાથે બંધનમાં બંધાવા કરતાં મુક્ત સહચરમાં માને છે. એમને સમાજ સાથે કઈ લેવાદેવા હોતી નથી અને નજીવી બાબતમાં પણ છૂટાછેડા લઈ નાંખે છે. આપણે લોકો પડ્યુ પાંદડું નિભાવી લેવાની ભાવના રાખીએ છીએ. મારા મતે આપણી લગ્ન વ્યવસ્થા ઉત્તમોત્તમ વ્યવસ્થા છે.
હાલોલ- યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top