સુરત: (Surat) આખરે જેનો ડર હતો તેવું જ થયું. 340 ફુટ ભરવાથી સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જતો હોવા છતાં પણ ઉકાઈ ડેમના (Ukai Dam) સત્તાધીશો દ્વારા અક્કલને બાજુ પર મુકીને ડેમને ભરવાનો મોહ રાખવામાં આવ્યો. જાણે કે કુદરતની સામે ડેમના સત્તાધીશો લડવા નીકળ્યા હતા અને આખરે સોમવારે ઉકાઈ ડેમમાંથી છોડાતા પાણીની માત્રા વધારીને 1.95 લાખ ક્યુસેક સુધી લઈ જવાની જાહેરાત કરવી પડી. જે રીતે દર વર્ષે ઉકાઈ ડેમને ભરવાનું તંત્ર દ્વારા જક્કી વલણ અપનાવવામાં આવે છે તેને કારણે દર વર્ષે સુરતીઓના જીવ અદ્ધર થઈ જાય છે. આ વર્ષે પણ હવે આગામી દિવસો સુરતીઓએ અદ્ધર શ્વાસે પસાર કરવા પડશે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ઉપરવાસમાં પડેલા વરસાદની (Rain) માહિતી તો તંત્રને મળે છે પરંતુ ડાર્ક ઝોનમાં (Dark Zone) કેટલો વરસાદ વરસ્યો તે કોઈને ખબર પડતી નથી. જેને કારણે ઉકાઈ ડેમમાં ગમે ત્યારે અચાનક પાણીનો મોટો જથ્થો આવી જાય છે. જે મોટો ચિંતાનો વિષય છે. જેને કારણે તંત્રની સાથે સાથે સુરતીઓએ સતત પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂર છે.
જુઓ મંગળવાર 28 સપ્ટેમ્બરે સવારથી ઉકાઈ ડેમમાં ઇનફ્લો અને આઉટફ્લોની સ્થિતિ
- સવારે 6 કલાકે
- 𝗨𝗸𝗮𝗶 𝗗𝗮𝗺
- Date :28/09/2021
- Time 06:00 hrs.
- Level : 341.04 ft
- 𝗜𝗻𝗳𝗹𝗼𝘄 : 104248 Cusecs
- 𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄: 174093 Cusec
- સવારે 10 કલાકે
- UKAI DAM Dt.28/09/2021 10:00 AM
- Dam Level – 340.86 ft
- Inflow – 51304 cusec
- Outflow – 1,21,149 cusec
- Danger level- 345.00 ft
- બપોરે 2 કલાકે
- 𝗨𝗸𝗮𝗶 𝗗𝗮𝗺
- Date :28/09/2021
- Time 14:00 hrs.
- Level : 340.74 ft
- 𝗜𝗻𝗳𝗹𝗼𝘄 : 48292 Cusecs
- 𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄: 100676 Cusec
- બપોરે 4 કલાકે
- UKAI DAM Dt.28/09/2021 16:00 hrs
- Dam Level – 340.74 ft
- Inflow – 83175 cusec
- Outflow – 1,00,636 cusec
- Danger level- 345.00 ft
- સાંજે 6 કલાકે
- UKAI DAM Dt.28/09/2021 18:00 hrs
- Dam Level – 340.70 ft
- Inflow – 1,35,519 cusec
- Outflow – 1,52,486 cusec
- Danger level- 345.00 ft
ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા રૂલ લેવલને વળગી રહેવાનું વલણ પણ ચિંતાજનક છે. વરસાદ ક્યારેય રૂલ લેવલ જોઈને આવતો નથી. જો વરસાદ અચોક્કસ હોય તો રૂલ લેવલ કેવી રીતે એપ્લાય કરી શકાય? રૂલ લેવલને કારણે ડેમને છેક સુધી ભરવામાં આવે છે અને બાદમાં ભારે વરસાદના સંજોગોમાં પાણી છોડી દેવામાં આવે છે. હજુ પણ સમય છે, સરકાર અને સુરતથી ચૂંટાયેલા ધારાસભ્યો અને હવે મંત્રી બની ચૂકેલા ધારાસભ્યો દ્વારા આ સત્યને સ્વીકારવામાં આવે અને સરકારમાં આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરીને તેનું નિરાકરણ લાવવામાં આવે. ઉકાઈ ડેમના સત્તાધીશો સમજશે નહીં અને ડેમને ભરવાનો મોહ નહીં છોડે તો 2006ની જેમ સુરત ફરી પૂરમાં પાયમાલ થઈ જશે. ભૂતકાળમાં તો સુરત બેઠું થઈ ગયું હતું પરંતુ હાલના મંદીના માહોલમાં સુરતને ‘પડતા પર પાટું’ જેવો ઘાટ થશે તે નક્કી છે.