રાજ્યમાં અમદાવાદ મનપા સહિત 35 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. તો બીજી તરફ સુરત મનપામાં 4 નવા કેસ સહિત રાજ્યમાં કુલ નવા 14 કેસ નોંધાયા છે. સાથે વધુ 14 દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કુલ 8,15,536 દર્દી સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 4, રાજકોટ – વડોદરા મનપામાં 3-3, વલસાડમાં- 2 જ્યારે ગાંધીનગર મનપા અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 133 થઈ છે. જમાં 130 દર્દીઓ સ્ટેબલ છે અને 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે. મંગળવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 2,95,854 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં મંગળવારે 07 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 3,562ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 38,512 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 47,231 વ્યક્તિને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 95,898 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,10,644ને બીજો ડોઝ મળી આજે કુલ 2,95,854 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,73,55,728 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.