Charchapatra

ગામડાની રોનક બદલાવા માંડી છે

ભારત દેશ સ્વતંત્ર થયાના 75 વર્ષ થયા. આધુનિક ભારતની સાથે સાથે હવે ગામડાઓમાં પણ સારો બદલાવ આવવા માંડયો છે. આજના યુવારો સારો એવો રસ દાખવી કામગીરી જાતે કરવા અને ગામની કોઇપણ સમસ્યા હલ કરવા તત્પર રહે છે. ગામમાં સુખ સુિવધા માટે પોતાનાં વિચારો, પ્રસ્તાવ મુકી એક બીજાના સહભાગી બનતા જોવા મળે છે. હવે તમે કદાચ ગામડાની મુલાકાત લેશો તો અમુક ગામડાઓ તમને શહેરની યાદ અપાવશે. ગામની અંદર પાછા અને સીસી રોડ હશે. નાનું આરોગ્ય કેન્દ્ર હશે. આંગણવાડી હશે. શાળા હશે, ઘરે ઘરે પીવાના પાણીના નળ હશે.

નાના છોકરાઓને રમવા માટે બાગ અને રમતગમતના સાધનો હશે અને રસ્તાથી ઘર સુધી જવા માટે પાવર બ્લોક પણ લગાવેલા જોવા મળશે. રાત્રે સ્ટ્રીટ લાઇટની સુિવધા પણ જોવા મળશે. અને સૌથી મોટી આનંદની વાત તો એ છે કે જે શહેરોમાં જોવા મળતી નોલેજ બેઝ સોસાયટી  (લાયબ્રેરી) હવે ગામડાઓમાં પણ જોવા મળે છે જેથી અભ્યાસ કરતાં ગામના વિદ્યાર્થીઓને ખુબ જ સારસી સગવડ મળી રહે છે. 15 મી અોગષ્ટ સ્વતંત્ર દીન નિમિત્તે પણ ઘણા ગામમાં લાયબ્રેરીનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ. જેથી હવે ગામડાની રોનક બદલાવા માંડી.
મોરીઠા તા. માંડવી – કરુણેશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top