અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની (Teachers day) ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે આ ઉજવણી કરાઈ હતી અને એવોર્ડ (Award) વિતરણ કરાયું હતું. રાજ્યના રાજ્યપાલ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી તેમજ શિક્ષણ વિભાગના સચિવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને (Best Teacher) સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોને 51 હજાર રૂપિયાની રકમ ભેટ કરવામાં આવી હતી. રાજકોટ મ્યુ. કોર્પો.ની સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલનાં આચાર્ય સોનલબેન ફળદુ, ઉપલેટાની પ્રાથમિક શાળાના શિક્ષકા રંજનબેન નિમાવતની જ્યારે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે રાજકોટ મ્યુ. કોર્પો. સંચાલિત પ્રાથમિક શાળાના 93ના આચાર્ય વનીતાબેન રાઠોડની પસંદગી કરાઈ છે. રાજકોટના શિક્ષિકા રંજનબેન નિમાવતની બેસ્ટ શિક્ષક (best teacher) ની પસંદગી કરાઈ હતી. તેમની પસંદ થવા પાછળ તેમની બાળકોને ભણાવવાની અદભૂત સ્ટાઈલ છે.
તાજેતરમાં ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો (Teachers day)ની જાહેરાત કરવામાં આવી છે. તેમાં રાજકોટના બે મહિલા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષકો માટેના દિલ્હીથી જાહેર થયેલા 44 શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં ગુજરાત રાજ્યના બે શિક્ષકોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે. રંજનબેન નિમાવત રાજકોટના ઉપલેટાના વડાલી પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા છે. તેમણે ગુજરાતી વિષયના અક્ષરોની ઓળખ કરવા માટે રમકડા તેમજ ગેમ અને ગીતોનો સહારો લીધો છે. આ ઈનોવેશનને કારણે રંજનબેન સમગ્ર ગુજરાતમાં પોપ્યુલર થયા છે. તેમને વર્ષ 2018 માં તાલુકા સ્તરે અને 2019 ના વર્ષમાં જિલ્લા સ્તર પર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો.
કાર્યક્રમમાં મીડિયાને સંબોધિત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અલગ અલગ જિલ્લામાં સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ છે. આજે 30 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને 51 હજાર રૂપિયા આપીને મુખ્યમંત્રી અને રાજ્યપાલે સન્માનિત કર્યા છે. તેમણે કહ્યું કે તમામ સન્માનિત શિક્ષકોને અભિનંદન આપું છું.
રંજનબેન આ રીતે શિખવાડે છે ગણિત..
રંજનબેન નિમાવત ગણિત જેવા જટિલ વિષયને ગીતોના માધ્યમથી શીખવાડે છે. તેમની આ ઉપલબ્ધિને કારણે જ તેમને રાજ્ય સરકાર તરફથી વર્ષ 2021 ના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. રંજનબેન નિમાવત રાજકોટના ઉપલેટાના વડાલી પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા છે. તેમણે ગુજરાતી વિષયના અક્ષરોની ઓળખ કરવા માટે રમકડા તેમજ ગેમ અને ગીતોનો સહારો લીધો છે. તેમને વર્ષ 2018 માં તાલુકા સ્તરે અને 2019 ના વર્ષમાં જિલ્લા સ્તર પર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. રંજનબેને બાળકોને શીખવાડવા માટે અલગ અલગ ઈનોવેશન કર્યાં છે. જેનું સારુ પરિણામ મળ્યું છે. તેઓ ગીત ગાતા ગાતા બાળકોને 1 થી 100 સુધીની ગણતરી શીખવાડે છે. આ જ રીતે ગુજરાતી ભાષાના મૂળાક્ષર, વ્યંજન શીખવાડવા માટે તેમણે ઈનોવેશન કર્યું છે. તેમાં ગીત, રમત, રમકડાનો સહારો લે છે. આ રમતમાં એક્શન પણ આવે છે, જેને બાળકો શોખથી શીખે છે.