Business

સુરતીઓની આધુનિક ભક્તિ, કાન્હાજી પણ ફેશનના રંગે રંગાયા

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવાર પ્રિય સુરતીઓએ હવે કાન્હાજીની ભક્તિને પણ આધુનિકતા સાથે જોડી દીધી છે. તેઓ પોતે તો ફેશન કરે જ છે પણ સાથે સાથે હવે ભગવાનને પણ ફેશનના રંગે રંગાવી દીધા છે. કોઈ બોલિવુડની થીમ પર વાઘા તૈયાર કરી રહ્યું છે તો કોઈએ પોતાના કપડા પર જ સાક્ષાત ભગવાનનને ચિતરી દીધા છે. જન્માષ્ટમીની તૈયારી જોર-શોરમાં શરૂ થઈ ગઈ ત્યારે જાણો ફેશન પ્રિય સુરતીઓની ફેશનેબલ ભક્તિ વિશે….

  • બાજીરાવ મસ્તાની થીમ પર કાન્હાજીના મુગટ તૈયાર કરાયા

સુરતીઓએ હવે બોલિવુડની થીમ પર કાન્હાજીના મુગટ તૈયાર કર્યા છે, જેમાં પણ ખાસ કરીને બાજીરાવ-મસ્તાનીની થીમ પર લાંબા મુગટ તૈયાર કરવામાં આવ્યા છે. પહેલાના સમયમાં રાજા-મહારાજાઓ જે મુગટ પહેરતા હતા તેવી થીમ પર કાન્હાજીના મુગટ તેમજ વાઘા તૈયાર કરાયા છે. જેમાં કાન્હાજીના હાથમાં બ્રેસલેટ સાથે નાની તલવાર પણ રાખવામાં આવશે. કાન્હાજીને આ વર્ષે કીંગના અવતારમાં જોવા મળશે. આ સાથે સુરતીઓએ જન્માષ્ટમીની ઉજવણી માટે ક્રિષ્નાની થીમ પર ગૃપ કુર્તા પર તૈયાર કર્યા છે. લોકોએ પોતાની સાથે કાન્હાજીને પણ ફેશનેબલ બનાવી દીધા છે.

  • સોનાના ગિલિટવાળા ઝૂલાની ડિમાન્ડ વધી

જન્માષ્ટમી પર માર્કેટમાં આ વર્ષે ફૂલ અને મોતીથી ડેકોરેટ કરેલા ઝૂલાની સાથે ગોલ્ડ પ્લેટેડ ઝૂલાની પણ ડિમાન્ડ જોવા મળી રહે છે. ગોલ્ડ પ્લેટેડ કાન્હાની સાથે હવે તેના આસનને પણ ગોલ્ડનો ગિલિટ ચડાવવામાં આવ્યો છે. માર્કેટમાં આ પ્રકારની ઝૂલા 5 હજારથી માંડીને કોઈ પણ કિંમતમાં મળી રહે છે.

Most Popular

To Top