Vadodara

રક્ષાબંધનનું પર્વ નજીક છતાં રાખડી બજારોમાં મંદીનો માહોલ

વડોદરા : આગામી રક્ષાબંધનના પર્વને લઈ રાખડી બજારોમાં ગત વર્ષ કરતા થોડી સારી ઘરાકી જોકે મંદીના મંડાણ વર્તાયા છે.ઘરાકી નહીં થતા રાખડીના વેપારીઓ દુવિધામાં મુકાઈ જવા પામ્યા છે.અને ઘરાકી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે બીજી તરફ મોંઘવારીનું મોજું ફરી વળ્યું હોવાનું જાણવા મળ્યું છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ગત વર્ષે તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા.જેના કારણે તમામ ક્ષેત્રના લોકો મુશ્કેલીના ખપ્પરમાં હોમાયા હતા ચાલુ વર્ષે કોરોના ના કેસો ઘટવા માંડ્યા છે તો બીજી તરફ ચાલુ વર્ષે કોરોના ની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના નબળો પડતાં તમામ ધંધા વ્યાપાર અને શરૂ કરવા મંજૂરી આપી દેવામાં આવી છે જેને લઇ વડોદરા શહેરના બજારો પુનઃ ધમધમી ઉઠયા છે.

જોકે કોરોનાના કારણે તમામ તહેવારો ઉત્સાહ વિનાના ફિક્કા રહેવા પામ્યા છે.આગામી રક્ષાબંધન પર્વને લઈ રાખડી બજારોમાં પણ ઘરાકી ઓછી જોવા મળતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ગયા વખતે પણ વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.જ્યારે ચાલુ વર્ષે પણ થોડી મંદી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. મહત્વની બાબત છે કે ગતવર્ષે કોરોનાના કારણે રાખડીઓનો જે સ્ટોક હતો તે જ આ વર્ષે બજારમાં વેચાણ અર્થે મુકાયો છે.માત્ર જૂજ રાખડીઓમાં નવો સ્ટોક લાવવામાં આવ્યો છે.જેમાં ખાસ કરીને દેવી દેવતાઓ,નાના બાળકોના મન પસંદ કાર્ટૂન ,કાઠિયાવાડી ,કપલ્સ સહિત ભાત ભાતની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે.જોકે વેપારીઓ ઘરાકીની મીટ માંડીને બેઠા છે.

Most Popular

To Top