સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે. અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા કેસોથી ચિંતાતુર રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન લંબાવવાની વિનંતી કરી છે.
સાત રાજ્યોમાં કોરોના વાયરસના 1,367 કેસ નોંધાયા છે. આ રાજ્યોએ સંકેત આપ્યો છે કે 21-દિવસનો લોકડાઉન અવધિ પૂર્ણ થયા પછી પણ તેમના નિયંત્રણો ચાલુ રહેશે. આ સમગ્ર દેશમાં સક્રિય 4,421 કેસમાંથી એક તૃતીયાંશ છે. 14 એપ્રિલના રોજ લોકડાઉનનો સમયગાળો સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે હવે કેટલાક રાજ્યો આની અવધિ લંબાવવાની તરફેણમાં છે.
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ કહે છે કે તેઓ તેમના રાજ્યમાં લોકડાઉન અવધિ લંબાવવાના પક્ષમાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, છત્તીસગ અને ઝારખંડએ સંકેત આપ્યો છે કે તેઓ આવતા મંગળવારે પૂર્ણપણે લાગુ કરાયેલા પ્રતિબંધને હટાવવાની તરફેણમાં નથી.