ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઐતિહાસિક અને યાદગાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ખેલાડી (Indian Players)ઓ આજે દિલ્હી પહોંચ્યા છે. મેડલ વિજેતાઓ (medalist)નું દિલ્હી એરપોર્ટ (airport) પર ઉષ્માભર્યું સ્વાગત (welcome) કરવામાં આવ્યું હતું.
ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા (Gold medalist niraj chopda)નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બજરંગ પુનિયા(Bajrang punia), લવલીના (Lovlina) બોરગોહૈન, રવિ દહિયા (Ravi dahiya)ને પણ લોકોએ આવકાર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયાને આવકારવા દિલ્હી એરપોર્ટ પર તેના સમર્થકો અને પરિવાર એરપોર્ટ પર એકત્ર થયા હતા. મેડલ વિજેતાઓ એરપોર્ટથી દિલ્હીની અશોકા હોટલ સુધી જશે, જ્યાં તેમને એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીત પણ કરશે.
ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ નીરજનું સ્વાગત કર્યું
ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ દિલ્હી એરપોર્ટ પર નીરજનું સ્વાગત કર્યું હતું. ટોક્યોથી ઘરે પરત ફરેલા લોકોમાં ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા, બ્રોન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયા, રવિ દહિયા, પુરુષ હોકી ટીમ અને અન્ય ઘણા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આગામી પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત ઘણું કરશે – સંદીપ
ઓલિમ્પિકમાં તેના પ્રદર્શન અંગે રમતવીર સંદીપ કુમારે જણાવ્યું હતું કે દેશ તમામ ખેલાડીઓને ઘણું સન્માન આપી રહ્યો છે અને આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં તમામ ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. અંતિમ મેચ સુધી કઠિન લડાઈ આપીને ભારતે દુનિયાને બતાવ્યું છે કે આગામી પેરિસ ઓલિમ્પિકમાં ભારત ઘણું બધું કરશે.
આવી ક્ષણો દુર્લભ છે -રવિ દહિયાના પિતા
સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ રવિ દહિયાના પરિવારના સભ્યો, રવિ દહિયાના પિતા અને તેના મિત્રો દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા તૈયાર હતા. રવિ દહિયાના પિતા રાકેશ દહિયાએ કહ્યું, “અમારા ગામના રહેવાસીઓ ખૂબ ખુશ છે. આવી ક્ષણો બહુ ઓછી હોય છે. ‘
જાપાનની રાજધાની ટોક્યોના મેડલ વિજેતાઓ ઘરે પરત ફર્યા છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા. ઢોલ નગારા સાથે સાથે બેન્ડ પર ‘યે મેરા ઇન્ડિયા …’ ગીત વગાડીને ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ભીડ ઉમટી પફી હતી.
આ ખેલાડીઓ પહેલેથી જ ઘરે પરત ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે અન્ય ઘણા મેડલ વિજેતાઓ અને ભારતીય રમતવીરો પહેલેથી જ ઘરે પરત ફર્યા છે. પરંતુ મીરાબાઈ ચાનુ, પીવી સિંધુ, રવિ દહિયા અને લવલીના બારગોહેન પણ આજના કાર્યક્રમમાં હાજરી આપશે.