શહેરોમાં હજુય કોરોનાની રસી ને લઈને લોકોમાં જનજાગૃત્તિ કેળવાઈ છે પણ ગામડાઓમાં આજેય ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. અંધશ્રધ્ધા ને કારણે લોકો રસી લેવાજ તૈયાર નથી પરિણામે અમદાવાદ જિલ્લામાં અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. આ પ્રોજેકટમાં એવી જાહેરાત કરાઈ છે કે, કોરોનાની રસી મેળવો ને, એક લિટર કપાસિયા તેલ ફ્રી મેળવી. સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે આ અભિયાન શરૂ કર્યુ છે.
એક અખબારી અહેવાલ અનુસાર ગુજરાતમાં કેટલાંય ગામડાઓ એવા છે કે જ્યાં 20% (વીસ ટકા) કરતાંય ઓછું રસીકરણ થયું છે. આ સંજોગોમાં રસીકરણ ને વેગ મળે અને વધુને વધુ લોકો રસી લે તેવા હેતુસર શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ સંતુત્થ અને આવકારદાયક તો છે જ સાથે સાથે દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓના ગામડાઓ માટે અનુકરણીય પણ છે જ. દેશના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આવો પ્રોજેકટ શરૂ કરવાની તાતી જરૂર છે. પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.