Charchapatra

મેટ્રો ટ્રેન આવી રહી છે…. આનંદો ! સાવધાન !

ગૌરવની વાત છે કે આપણા ગીચ વસ્તીવાળા, વિક્સિત શહેરમાં મેટ્રો-ટ્રેન આવવાની છે. એક નવો જ પ્રોજેક્ટ નવા પ્રકારની ગાડી નવા જ લિબાસમાં આવશે. લોકો તો બેસવા માટે થનગની રહ્યાં હશે. પરંતુ ગીચ વસ્તી ધરાવતા આપણા શહેરના માર્ગેા વધુ સાંકડા બનશે. ટ્રાફિકની સમસ્યાઓ વધુ વકરશે. ફ્રાન્સની બુલેટ ટ્રેનના ડબ્બા આપણા ન.મો.સાહેબને ખૂબ પસંદ પડી ગયેલાં. ચાર-પાંચ ડબ્બા તો આવી પણ ગયેલાં. (ન જાણે ક્યા રેલ્વે યાર્ડમાં ધૂળ ખાતાં હશે !) ભેંસ ભાગોળે જેવી વાત થઈ. કેટલાંક વર્ષ પહેલાં દમણમાં મીની બસો ખૂબ સરસ રીતે ચાલતી. સૂરત માટે આવું પ્લાનિંગ કરવામાં આવે તો ? પછી તો લાલ-ભૂરી-લીલી-પીળી બસો તેમજ B.R.T.S. નું પણ કામ નહીં પડે. રસ્તાઓ પણ આપોઆપ પહોળા થઈ જાય. 15-20 પેસેન્જર્સને બેસાડતી આવી બસો ‘‘મોટી સંખ્યામાં’’ મૂકવામાં આવે તો? આ બસો શહેરને ખૂણે ખૂણે લઈ જશે. આપણને ગલીના નાકા સુધી લઈ જશે. પાલ-ભાઠા         – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top