આજકાલ લોકોને મોંઘાદાટ મોબાઇલ વાપરવાનો ક્રેઝ છે. ઘણી વાર મોબાઇલ સાચવવાની કાળજી ન રાખો તો છેવટે મોબાઇલ ગુમાવવાની નોબત આવે છે, તેવો બનાવ પ્રસ્તુત છે.
માંડવીની રહેણાંક સોસાયટીમાં એક ઉ.ગુજરાત તરફના પતિ-પત્ની રહે છે. કેમકે તેમના કોઇ સંતાન નથી. મહાશય બિલ્ડીંગ – કોન્ટ્રાકટર હોવાથી દરરોજ સાઇટ પર જવું પડે. એક દિવસ તેઓ બપોરે ૧ વાગ્યા પછી ઘરે જમવા આવ્યા. પત્ની બજારમાં ગઇ હતી. આથી રૂમના આગળનું બારણું બંધ કર્યા વગર ટેબલ પર ઘડિયાળ, મોબાઇલ, રૂમાલ મૂકીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયા. તે દરમ્યાન બારણું ખુલ્લું હોવાથી એક કૂતરો ઘરમાં ઘૂસી ગયો અને મોબાઇલ ક્રીમ કલરનો હતો તેને બિસ્કીટ સમજીને ઉપાડી ગયો. થોડી વાર પછી મહાશય ફ્રેશ થઇને રૂમમાં આવીને જોયું તો ટેબલ પર મોબાઇલ નહતો, આથી તેઓ ગભરાયા કેમકે મોબાઇલ સોની કંપનીનો રૂા. ૧૫,૦૦૦ નો હતો. થોડી વાર પછી સોસાયટીમાં છોકરા ક્રિકેટ રમતા હતા, તેમનો બોલ ખોવાતા શોધતા – શોધતા કમ્પાઉન્ડની વાડ પાસે ગયા ત્યાંથી મોબાઇલ મળ્યો, છોકરાઓએ અંકલને ફોન બતાવ્યો. પરંતુ કૂતરાએ મોબાઇલને બિસ્કીટ સમજીને દાંતથી પીસતા મોબાઇલ બગડી ગયો હતો. આમ બેદરકારીના લીધે મોબાઇલ નવો લેવો પડયો.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.