આદિ માનવ જંગલમાં ભટકતો ત્યારે જંગલી સર્પ ડંખ દેવાથી મૃત્યુ નિપજતું. સર્પથી ડરીને એણે પથ્થરમાં સર્પની આકૃતિ કોતરીને પૂજા કરવા લાગ્યો. સમયાંતરે જંગલમાં દાવાનળ સળગ્યો અને અગ્નિની પૂજા કરવા લાગ્યો. એ આર્ય સમાજે સ્વીકારી વળી સૂર્યના તાપથી પૃથ્વી ત્રાહીમામ પોકારી ઊઠી અને સૂર્યની પૂજાની શરૂઆત થાય અને ગાયત્રી દેવીનું રૂપ અપાયું. આમ માણસે ઇશ્વરની કલ્પના કરી પુરાણકથાઓ રચાઇ. કણકણમાં ભગવાન જોવાવાળી પ્રજામાં અજબ આસ્થામા માણસ બની બેઠો. ભારત દેશ અનંત ઇશ્વરીય શકયતાઓનો દેશ છે.
અહીં તમને આશ્ચર્યના સમાચાર કોઇ પણ દિશામાંથી મળી શકે છે. હાલમાં દક્ષિણ ભારતમાં કોઇમ્બતુર પાસે ઇરૂગરનામના ગામમાં કોરોનાનું મંદિર સ્થપાયું. કામાત્ચીપુરી અધિનામ ટ્રસ્ટે દોઢ ફૂટના પથ્થરની કોરોના દેવીની કાળી મૂર્તિ સ્થાપિત કરી ત્યાં ૪૮ દિવસ સતત પૂજા કરવાનું નકકી કરાયું છે. આવું રોગનું મંદિર નવું નથી. છેક ૧૯૦૦ ની સાલમાં પ્લેગનો રોગ ફાટી નિકળ્યો ત્યારે હજારો લોકો મરી ગયાં. લોકો ઘર છોડી જતા રહ્યા ત્યારે પ્લેગ દેવીનું મંિદર મરિઅમ્મા બનાવવામાં આવેલું. હજુ આજે પણ પૂજા થાય છે. આપણે ત્યાં મંદિર પર દરગાહ, ચર્ચ કે ધાર્મિક સ્થાનકો મહિમા છે. અરે સાઉથમાં તો સાવજીવતે જીવત ખુશ્બુ જેવી હિરોઇનનું મંદિર પણ બન્યું છે. તો ૨૦૧૭ ની ૧૫ મી નવેમ્બરે ગ્વાલિયરમાં જમણેરી પાર્ટીએ વૈદિક મંત્રોચ્ચાર કરીને ગાંધીજીનાં હત્યારા નથુરામ ગોડેસેના મંદિરની સ્થાપના કરી જ નાખેલી. ભારતમાં કંઇ પણ શકય છે. મેરા ભારત મહાન. ગંગાધરા-જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.