SURAT

સુરતથી ઉભરાટને જોડતા મીંઢોળા નદીના 300 કરોડના બ્રિજ માટે ઝડપથી કરાશે ટેન્ડરિંગ

સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં સુરતના આભવા અને નવસારીના ઉભરાટને જોડતો મીંઢોળા નદી (Mindhola River) પરનો ફ્લાઇઓવર બ્રિજ બનાવવા જાહેરાત કરી હતી અને પ્રાથમિક સર્વે માટે 15 લાખની ફાળવણી પણ બજેટમાં કરી હતી. તે પછી હવે રાજ્યના માર્ગ મકાન વિભાગે બન્ને જિલ્લાના વહીવટીતંત્રની સંમતિ સાથે 300 કરોડના ખર્ચે બ્રિજ (Bridge) બનાવવા માટે વહીવટી મંજૂરી આપી દીધી છે.

  • બ્રિજ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે મંજૂરી આપી દીધી, ઈ-ટેન્ડરિંગ જ કરાશે
  • બ્રિજ માટે 50 ટકા ખર્ચ માર્ગ અને મકાન વિભાગ અને 50 ટકા ખર્ચ સુરત મનપા તથા ડ્રીમસિટી લિમિટેડ સંયુક્ત રીતે ભોગવશે

આ મંજૂરીનો ઠરાવ કન્ટ્રક્શન ઓફ બ્રિજ એક્રોસ રિવર મીંઢોળા જમીન કનેક્ટિંગ સુરત ડિસ્ટ્રિક્ટ-આભવા એન્ડ નવસારી ડિસ્ટ્રિક્ટ-ઉભરાટ ફોરલેન બ્રિજ માટે માર્ગ-મકાન વિભાગના ઉપસચિવ એ.એન મિસ્ત્રીએ તારીખ 1-6-2021ના રોજ વહીવટી મંજૂરી આપી તેની જાણ અધિક મુખ્ય સચિવ, એકાઉન્ટ જનરલ, સુરત અને નવસારીના માર્ગ અને મકાન વિભાગને કરી છે. ઠરાવના મુદ્દા નંબર 19માં લખવામાં આવ્યું છે કે 300 કરોડના બ્રિજના ખર્ચ પૈકી 50 ટકા માર્ગ અને મકાન વિભાગ ભોગવશે.

જ્યારે બાકીનો 50ટકા ખર્ચ સુરત મનપા અને ડ્રીમ સિટી લિમિડેટ સરખા ભાગે ભોગવશે. આ પ્રોજેક્ટમાં જે કામો મનરેગા હેઠળ આવરી લેવામાં આવે તેનો ખર્ચ મનરેગા હેઠળજ ઉધારવામા આવશે. આ પ્રોજેક્ટ માટે રેલ્વે,વન અને પર્યાવરણ વિભાગ અને જીપીસીબીની મંજૂરી જનસુનાવણી હેઠળ વર્ક ઓર્ડર આપતા પહેલા મેળવવાની રહેશે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રોસિજર સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે ઇ-ટેન્ડરિંગથી કરવાની શરત રાખવામાં આવી છે.

સરકારે વહીવટી મંજૂરી આપી પરંતુ જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી જ બ્રિજના વર્ક ઓર્ડરની શરત મુકી
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે આભવા-ઉભરાટને જોડતો ફોરલેન બ્રિજ બનાવવા માટે મહત્વની શરત એ મુકી છે કે બ્રિજના નિર્માણામાં આવતી ખાનગી જમીનોની સંપાદન કાર્યવાહી પહેલા પૂર્ણ કરવામાં આવે તે પછીજ બ્રિજના નિર્માણ માટે એજન્સીને વર્ક ઓર્ડર આપવાનો રહેશે. એટલુજ નહીં બ્રિજ બનાવતા પહેલ યુટિલિટિ, પાણીની લાઇન, ગટરની લાઇન અને વીજલાઇન ખસેડવાની રહેશે, તે કામ એસપીવીએ કરવું પડશે.

Most Popular

To Top