દરેક માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી. જન્મથી મૃત્યુ સુધી દરેક ક્ષેત્રમાં પ્રવેશેલા મોટા ભાગના માનવી, તેના ક્ષેત્રમાં સફળ થવા ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખતા જોવા મળે છે અને હાંસલ કરવા માટે એકબીજા સાથે હરીફાઇમાં જ આખું જીવન પૂર્ણ કરી નાંખે છે. માનવી જયારે આખા વિશ્વનો પ્રવાસ કરે છે ત્યારે જે તે સ્થળોની યાદો જ સાથે લાવતા હોય છે. કુદરતી સંપત્તિ મનોરંજનમાંથી મળેલ આનંદ વસ્તુના સ્વરૂપમાં ખરીદી લાવતા નથી જેથી મૃત્યુ સમયે પણ કોઇ વસ્તુ સાથે લઇ જવાની નથી ત્યારે દરેક માનવીએ તેમનું જીવન પ્રવાસીની જેમ માણતાં રહેવું જોઇએ. કાકાસાહેબ કાલેલકરે તેઓના એક પુસ્તકમાં પ્રવાસનું ખૂબ જ સુંદર વર્ણન કરેલ છે તે મુજબ જોયેલું અને જાણેલું જ જીવન પસાર કરવામાં મદદરૂપ બનશે.
સુરત – ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.