અયોધ્યાઃ આ વર્ષે દિવાળીની ઉજવણી કઈ તારીખે કરવી તે અંગે મૂંઝવણ છે. કારણ કે આ વર્ષે અમાસ બે દિવસ છે. તેથી લોકોને એ સમજ પડી રહી નથી કે દિવાળીની પૂજા અને ઉજવણી કયા દિવસે કરવી. કયો દિવસ દિવાળીની પૂજા માટે ઉત્તમ રહેશે તે જાણવા લોકો ઉત્સુક બન્યા છે, ત્યારે દ્રિક પંચાક અનુસાર અમાસની તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.52 વાગ્યાથી શરૂ થઈ રહી છે જે 1 નવેમ્બરે સાંજે 6.16 વાગ્યે પૂર્ણ થશે.
ધાર્મિક ગ્રંથો અનુસાર દિવાળી કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. તે જોતાં ઉદય તિથિ અનુસાર 1 નવેમ્બરના રોજ અમાસ તિથિ માન્ય રાખવામાં આવશે પરંતુ આ સમયગાળા દરમિયાન પ્રદોષ કાલનો સમય સંપૂર્ણપણે ઉપલ્બ્ધ નથી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કારતક અમાસના દિવસે પ્રદોષ કાળ દરમિયાન દિવાળીની પૂજાકરવામાં આવે છે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે. જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજે સમાપ્ત થાય છે. ધનતેરસ ત્રયોદશી તિથિ પર ઉજવવામાં આવે છે, જેના બીજા દિવસે કાળી ચૌદસ હોય છે.
અયોધ્યા મંદિર ટ્રસ્ટે શું કહ્યું?
શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય અનિલ મિશ્રાએ કહ્યુંકે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. પ્રવક્તા શરદ શર્માએ 30 ઓક્ટોબરે દીપોત્સવ અને હનુમાન જ્યંતિની ઉજવણી કરાશે. અયોધ્યામાં ઉજવાતો આ એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે.
આ મૂંઝવણને દૂર કરતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે, દિવાળી ખરેખર 31 ઓક્ટોબરે છે. તેમણે કહ્યું કે આ વર્ષે અમાસ કૃષ્ણ પક્ષની 14 તારીખે આવી રહી છે. દિવાળી 31 ઓક્ટોબરની રાત્રે ઉજવવામાં આવશે. કારણ કે તે જ દિવસે બપોરથી અમાસ શરૂ થઈ રહી છે.