- સામગ્રી
- 1 કપ મગની દાળ
- 1’’નો ટુકડો આદુ
- 2 નંગ લીલાં મરચાં
- 1 ટેબલસ્પૂન સેઝવાન સોસ
- 1 ટેબલસ્પૂન ટોમેટો કેચપ
- 1 કપ છીણેલી કોબી
- 1/4 કપ છીણેલું ગાજર
- 1/4 કપ લીલા કાંદા
- 1/4 કપ સમારેલાં કેપ્સિકમ
- 1/2 ટીસ્પૂન મરી પાઉડર
- સ્વાદાનુસાર મીઠું
- 1/2 ટીસ્પૂન તેલ
- 1/2 ટીસ્પૂન ઘી
- રીત
- * મગની દાળ ધોઇ ચાર કલાક પલાળો. મગની દાળ, મીઠું, આદુ અને મરચાં મિકસ કરી ઢોસા જેવું ખીરું વાટો.
- * એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સેઝવાન સોસ અને ટોમેટો કેચપ નાખી હલાવી મધ્યમ તાપે એક મિનિટ થવા દો. તેમાં છીણેલી કોબી, સમારેલાં કેપ્સિકમ, છીણેલું ગાજર, લીલા કાંદા નાખી મિકસ કરો. મીઠું અને મરી પાઉડર નાખી મિકસ કરો. બે મિનિટ સાંતળી મિશ્રણને એક બાઉલમાં કાઢો.
- * એક નોનસ્ટીક પેન ગરમ કરી એના પર ચિલ્લાનું મિશ્રણ રેડી ચિલ્લા પાથરો. એના પર ઘી લગાડો. ચિલ્લા પર વેજીટેબલનું મિશ્રણ બરાબર પાથરી સાધારણ દબાવો. એને ઉથલાવી બીજી બાજુ થવા દો. ચિલ્લાનો રોલ વાળી પ્લેટમાં કાઢો.
- * સ્પ્રિંગ મુંગદાલ ચિલ્લાને ચાર ભાગમાં કાપી દહીં, ચટણી અને સેઝવાન સોસ સાથે સર્વ કરો.
સ્ટફ્ડ બેસન ચિલ્લા પોટલી
- સામગ્રી
- બેસન ચિલ્લા માટે
- 1 કપ ચણાનો લોટ
- 1/2 ટીસ્પૂન અજમો
- 1/2 ટીસ્પૂન લાલ મરચું
- ચપટી હળદર
- 2 ટેબલસ્પૂન દહીં
- થોડીક કોથમીર
- સ્વાદાનુસાર મીઠું
- પનીર સ્ટફિંગ માટે
- 100 ગ્રામ ક્રમ્બલ્ડ પનીર
- 1 નંગ સમારેલો કાંદો
- 2 ટેબલસ્પૂન સમારેલાં કેપ્સિકમ
- 7-8 નંગ સમારેલી ફણસી
- 1/2 નંગ સમારેલું ગાજર
- 1/4 ટી સ્પૂન જીરું પાઉડર
- 2 ટીસ્પૂન તેલ
- 1/4 ટીસ્પૂન જીરું
- 1/2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
- 1/4 ટીસ્પૂન ગરમ મસાલો
- 1/4 ટીસ્પૂન લાલ મરચું
- સ્વાદાનુસાર મીઠું
- રીત
- * એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું નાખી વઘાર કરો.
- * તેમાં આદુલસણની પેસ્ટ, સમારેલાં કાંદા નાખી કાંદા ગુલાબી સાંતળો
- * તેમાં સમારેલાં શાકભાજી નાખી મિકસ કરો. ત્યાર બાદ તેમાં મીઠું, લાલ મરચું, જીરું પાઉડર નાખી મિકસ કરી મધ્યમ તાપે શાકભાજી ચડી જાય ત્યાં સુધી થવા દો.
- * તેમાં ક્રમ્બલ્ડ કરેલું પનીર અને ગરમ મસાલો નાખી મિકસ કરો. પનીરનું સ્ટફિંગ તૈયાર છે.
- * એક બાઉલમાં ચણાનો લોટ, અજમો, લાલ મરચું, હળદર, મીઠું, દહીં અને કોથમીર મિકસ કરો. તેમાં ધીમે ધીમે પાણી નાખી સાધારણ જાડું ખીરું તૈયાર કરો.
- * એક નોનસ્ટીક તાવી ગરમ કરી તેના પર થોડું તેલ લગાડો. તેના પર ખીરું રેડી ચિલ્લા પાથરો. આજુબાજુ અને ઉપર થોડું તેલ રેડો. બે મિનિટ બાદ ચિલ્લા ઉથલાવી બંને બાજુ ગુલાબી થાય એ રીતે થવા દો. આ રીતે બધા ચિલ્લા તૈયાર કરો.
- * એક ચિલ્લા લઇ વચ્ચે પનીરનું થોડું મિશ્રણ મૂકો. બધી ધાર ભેગી કરી લીલા કાંદાના લીલા ભાગથી કે લસણથી ટાઇટ બાંધી દો. આ રીતે બધી પોટલી વાળો.
- * પોટલીને માઇક્રોવેવમાં થોડી સેકન્ડ મૂકો. ન મૂકો તો પણ ચાલશે.
- * સ્ટફ્ડ બેસન ચિલ્લા પોટલીને ટોમેટો કેચપ કે તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.
રાઇસ ચિલ્લા
- સામગ્રી
- 1 કપ રાંધેલો ભાત
- 3 ટેબલસ્પૂન રવો
- 1/4 કપ અડદની દાળનો લોટ
- 1/4 કપ છીણેલી કોબી
- 1/4 કપ છીણેલું ગાજર
- 1 ટેબલસ્પૂન કોથમીર
- 2 ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં
- 1/2 ટીસ્પૂન લાલ મરચું
- 1 કપ જાડી છાશ
- સ્વાદાનુસાર મીઠું
- જરૂર મુજબ તેલ
- રીત
- * એક બાઉલમાં બધી સામગ્રી મિકસ કરી ઓછામાં ઓછી 10 મિનિટ રહેવા દો.
- * એક નોનસ્ટીક તાવી ગરમ કરી થોડું તેલ લગાડો. એના પર મિશ્રણ રેડી ચિલ્લા પાથરો.
- * થોડું તેલ રેડી ચિલ્લા બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.
- * ગરમાગરમ ચિલ્લા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.