સ્વીડન (Sweden)માં ઓરેબ્રો (Orebro)ની બહાર સ્કાઇડાઇવિંગ (Skydiving) માટે ઉપયોગમાં લેવાતું એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત (Swedish Plane Crash) થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 8 સ્કાયડાઇવર્સ (Skydivers) અને પાયલટ (Pilot) સામેલ છે. ટેક ઓફ કર્યાના થોડાક જ સમય બાદ ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક પ્લેન ક્રેશ ( plane cresh) થઈ ગયું. ક્રેશ થવાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ. સ્વીડિશ પોલીસે આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, સ્વીડન પોલીસે કહ્યું કે, ગુરૂવારે ઓરેબ્રોની બહાર આ દુર્ઘટના થઈ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર તમામ લોકોનાં મોત થઈ ગયા છે. પોલીસે કહ્યું કે, ડીએચસી-2 ટર્બો બીવર પ્લેનમાં 8 સ્કાયડાઇવર્સ અને પાયલટ સવાર હતા.
પોલીસ પ્રવક્તા લાર્સ હેડેલિનના કહેવા પ્રમાણે તેમાં અનેક લોકોના મોત થયા છે, જોકે તેમણે ચોક્કસ આંકડો નહોતો કહ્યો. ઉપરાંત તેમણે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી. 2019માં પણ ઉત્તર પૂર્વ સ્વીડનના યૂમીયા શહેરમાં આ પ્રકારનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું જેમાં 9 લોકોના મોત થયા હતા.