Vadodara

કેવડિયામાં ઇ-કાર માટે ચાર્જિંગ સ્ટેન્ડ ઉભા કરાયા

કેવડીયા કોલોની: કેવડીયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ પ્રથમ ઇ વ્હેહિકલ સીટી તરીકે જાહેર કરી હતી તેના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન ટાટા દ્વારા સ્થાપવામાં આવ્યું છે. ૬ જૂને પ્રધાન મંત્રી એ ઇ વેહિકલ  સિટી ની જાહેરાત કરી હતી જે સંદર્ભે  કેવડીયા ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન  માટે નું ચાર્જિંગ  સેન્ટર બનાવાયું છે જ્યાં હવે ઇ કાર,ઇ રિક્ષાઓ, સહીત ના ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ થઈ શકશે ટાટા કંપની દ્વારા પ્રથમ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યુ છે કેવડિયા માં હવે  આગામી દિવસો માં તમામ પ્રવાસન સ્પોટ ઉપર બેટરી સંચાલિત બસ, કાર અને રીક્ષા ફરતી થશે.

ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક  વાહનો માટે પોલિસી જાહેર કરી છે  ત્યારે  કેવડિયા ખાતે ટાટા પાવરે પ્રથમ  ફાસ્ટ  ઇવી ચાર્જિંગ   સ્ટેશન સ્થાપી  દીધું છે  ટાટા  પાવર ઇવી ચાર્જ બસ,કાર  અને રીક્ષા માં  પ્રવાસીઓને કેવડિયા થી સ્ટેચ્યુ જોવા  લઇ જવાશે કેવડીયાને નો પોલ્યુશન ઝોન બનાવવાનો સરકાર નો પ્રયાસ ની શરૂઆત કરી દેવામાં આવી છે આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતા 2 કલાકનો સમય લાગશે. જયારે આ ચાર્જિંગ નું પેમેન્ટ કેસલેશ હશે એટલે કે વાહન ચાલક ના મોબાઈલ માં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે જેમાંથી જ પેમેન્ટ ઓનલાઈન થઈ જશે.

જેટલું ચાર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ ઑટોમૅટિકલી કપાય જશે. હાલ તો એક જ ચાર્જિંગ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે જેમાં એક સાથે 2 વાહન ને ચાર્જ કરી શકાશે જયારે અગાઉના દિવસમાં અહીં સરકાર દ્વારા બીજા કેટલાય ચાર્જિંગ સ્ટેશન શરુ  કરવામાં આવશે આ વિસ્તારના લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકાર તરફ થી સબસીડી પણ આપવામાં આવશે. મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હાલ ટાટા કંપની દ્વારા એક ચારજિંગ પોઇન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વાહનો વધતા બીજા પોઈન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે હાલ બે કાર એક સાથે ચારજિંગ થાય છે. અને જેતે કાર ચારજિંગ ના રૂપિયા ઓટોમેટિક કાર માલિકના વોલેટમાંથી કપાઈ જાય છે. એક કાર 2 થી 2.30 કલાક ટાઈમ લે છે.

Most Popular

To Top