કેન્દ્ર સરકાર અને ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી દ્વારા સીનેમેટ્રોગ્રાફી એકટ સંશોધન 2021 ઉપર ટોલીવુડ, બૉલીવુડ, કોલીવુડ સહિત મરાઠી ઇન્ડસ્ટ્રી તમામ પ્રોડ્યુસર, એક્ટર વિરોધ કરી રહ્યા છે. અભિનેતા દિગ્દર્શક, નિર્માતા કમલ હસને તો કહ્યું છે કે ‘હમ તીન બંદર નહીં બન સકતે’. કમલ હસને કહ્યું છે કે સિનેમા, મીડિયા અને સાહિત્યના લોકો હિન્દુસ્તાનના ત્રણ આઈકોનીક વાંદરાની જેમ વ્યવહાર કરી શકશે નહીં. ખરાબ જોવું, તેની સામે બોલવું અને સાંભળવું લોકતંત્રને ઈજા પહોંચાડવાના પ્રયાસનો એકમાત્ર ઈલાજ છે.
ત્યાં પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ફિલ્મ પ્રોડ્યુસર ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન કાઉન્સિલ, ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિયેશન, વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડ્યુસર એસોસિએશન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા એમ્પ્લોય સેન્ટર એમ્પ્લોયઝ અને ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર એસોસિયેશન દ્વારા પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ બાબતે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટીક એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ કોમલ નાહટાએ આ બાબતે ગુજરાત મિત્ર શૉ ટાઈમને જણાવ્યું હતું કે સેન્સર પાસ કરે ત્યાર બાદ તમે એને રોકો તો સેન્સરનો મતલબ શું છે? આ તો ભયંકર એકટ છે એટલે ફ્રીડમ ઓફ રાઈટ કે એક્સપ્રેશન તો બચ્યું જ નથી. ડેમોક્રેસીને નષ્ટ કરવાની વાત છે. ડેમોક્રેસી સાથે નાઈન્સાફી છે. એકટમાં ખોટું છે અને આખી મનોરંજન ઇન્ડસ્ટ્રી બરાડા પાડી રહી છે એટલે તો સરકાર હવે સુધારા માટે સુચન મંગાવી રહી છે.
ફિલ્મ મેકર કે ફિલ્મ રાઈટર એટલે ક્રિએટિવ ફિલ્ડના લોકો માટે સૌથી મોટું નુકસાન છે કે તેમણે સરકારના ઈશારા ઉપર નાચવું પડશે. ડેમોક્રસીમાં આવું એમેડમેન્ટ લાવવું મારા ગળા નીચે આ વાત ઉતરી રહી નથી. આખી મનોરંજન ઇન્ડસ્ટ્રી ઉપર લગામ કસવાની બાબત છે જેનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે. અનિલ નાગરથ સ્ટેટમેન્ટ (સેકેટ્રરી ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશન) તમારી પાસે પાંચ રિઝન હોય છે.
ઇન્ટરનલ સિક્યોરીટી, સરબોટાજ, વાઈડ અને બ્રોડ છે. હિન્દુસ્તાનના 130 કરોડમાંથી કોઈ પણ ભારતીય નાગરિકને ફિલ્મ સામે આપત્તિ હોય તો તે સરકારને લખી શકે છે. સરકાર પાસે પાવર હશે અને તેઓ ફિલ્મને રિસરટીફાઈડ કરવાનું કામ કરશે. ધર્મેન્ટના લોકોની અંદરને અંદર લડાઈ અને ઝગડા ચાલતા હોય છે ત્યાં આ લોકો એકબીજાની સામે આંખ મેળવી શકતા નથી તો તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે 130 કરોડની જનતાના રિએક્શન અને રીવ્યુને તમે કેવી એડ્રેસ કરશો. ફિલ્મ એ સોસાયટીનું રીફલેક્શન છે. આજે જે પણ ભાષા ઓ.ટી.ટી ઉપર યુઝ કરવામાં આવે છે ત્યાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે અને સેન્સર બોર્ડ તેને કપાવી શકે છે.
A સર્ટિફિકેટ નો અર્થ કોઈને ખબર નથી. A એટલે એડલ્ટ તમે પુખ્તવયના છો તો તમે થિયેટરમાં આવી શકો છો, કોઈ ડિજિટલ ચેનલ કે થિયેટર A સર્ટિફિકેટની ફિલ્મ લગાડતું નથી, પ્રોડ્યુસર 50- 60 હજારનો ખર્ચો કરી સર્ટિફિકેશન કરાવે છે અને ફિલ્મ A સર્ટીફિએક્શન વાળી સિનેમા એક્ઝિબિશન વાળી હોય તો ફરી તેણે 50- 60 હજારનો ખર્ચો કરી આખી પ્રોસેસમાં જવું પડે છે અને તેની ફિલ્મમાં કાપકૂપ કરી તેની ફિલ્મ પાસ કરવામાં આવે છે આ છે U/ A સર્ટિફિકેટ. આજે ડિવાઈડ કર્યું છે, U/ 14, U/15 , U/ 16 સર્ટિફિકેટ બનાવ્યા પણ ક્રાઈટેરિયા શું છે? સેન્સર બોર્ડ સૌથી મોટું બોર્ડ છે, દરેક બાબતે ઓબજેક્શન હોય છે તમે બાળકો ઉપર ફિલ્મ નહીં બનાવી શકો , તમે જાનવર ઉપર ફિલ્મ બનાવી નહીં શકો, બિચારા ઈન્સાન જ બચ્યા છે.
ગામડાનું દ્રશ્ય હોય અને બળદ ગાડાં કે બળદ માટે એનિમલ વેલ્ફેર બોર્ડ પાસે જાઓ ત્યાર બાદ ઓબજેક્સન… તમે બધાને ખુશ કરી શકતા નથી. અમે સેન્સર બોર્ડ સમક્ષ એક જ માંગણી કરી રહ્યા છીએ કે આજે એક વ્યક્તિ પોતાનું ઘર બાર અને દુનિયા વેચીને ફિલ્મ બનાવે છે તેને માટે લોકો રૂપિયા ખર્ચીને થિયેટર આવે છે તો તમે કહો છો કે યે નહીં દેખ સકતા વૉહ નહીં દેખ શકતા. મારી પાસે એક બે મેમ્બર આવ્યા છે જેમની ફિલ્મ સેન્સરમાં અટકી છે અને કન્ટેન્ટ અંગે વાંધો પડ્યો છે. મારું માનવું છે કે કન્ટેન્ટની તો ફ્રીડમ આપો.