Gujarat

ગાંધીનગરમાં નિકળશે પરંપરાગત રીતે રથયાત્રા, સરસપુર ખાતે મામેરાનાં ભક્તો કરી શકશે ઓનલાઈન દર્શન

અમદાવાદ-ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) સરસપુર ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની (Rathyatra) ભરપૂર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા છે. બીજી તરફ ગાંધીનગરમાં 1985થી નિકળતી રથયાત્રા આ વર્ષે પણ નિકળશે. જોકે ગત વર્ષે સૌથી લાંબી એવી ગાંધીનગરથી (Gandhinagar) રથયાત્રા નીકળી નહોતી અને મંદિર (Temple) પરિસરમાં જ ભગવાનના રથે પરિભ્રમણ કર્યું હતું. દરમ્યાન અમદાવાદના સરસપુર ખાતે ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ ચાલી રહી છે. સોમવારે અહીં રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાનાં ઓનલાઈન દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જોકે મર્યાદિત લોકો રાત્રે 8 વાગ્યા સુધી કોરોનાની ગાઇડલાઇન મુજબ દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

સરસપુર ખાતે મંદિર કમિટી દ્વારા લોકોને ઓનલાઈન દર્શન માટે ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ પર સુવિધા આપવામાં આવી છે. જોકે લિમિટેડ સંખ્યામાં લોકોને દર્શનનો લ્હાવો આપવામાં આવ્યો હતો. મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટી પડી હતી. જણાવી દઈએ કે કોરોના મહામારીને લીધે ગત વર્ષે અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળી શકી નહોતી, પરંતુ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે એ લગભગ નક્કી થઈ ગયું છે. રથ નીકળે એ દરમિયાન રૂટ પરના વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ લાદવાની પણ વિચારણા છે. આ મામલે સરકાર છેલ્લી ઘડીએ જાહેરાત કરી શકે છે.

 માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. જોકે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જોડાય. એટલું જ નહીં રથયાત્રા બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જાય તેવી પણ શક્યતા છે.

બીજી તરફ ગાંધીનગરમાં રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં 1985થી નિકળતી રથયાત્રા આ વર્ષે પણ નિકળશે. જોકે ગત વર્ષે સૌથી લાંબી એવી ગાંધીનગરથી રથયાત્રા પણ નીકળી નહોતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથે પરિભ્રમણ કર્યું હતું. આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ સાથે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત દર્શનાર્થીઓને પ્રસાદ આપવામાં આવશે નહીં. એટલુંજ નહીં ચાર કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે. 

Most Popular

To Top