ગાંધીનગર: (Gandhinagar) સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન (Membership Campaign) દરમિયાન આજે 1000 લોકો જોડાઈ જતાં ભાજપ સહિત રાજકીય પક્ષોને ઝટકો લાગ્યો છે. આપમાં (AAP) જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાઓ લોકગીતોના સ્વરૂપમાં આપના વખાણ કરતાં ગીતો ગાયા હતા. જેના પગલે લોકો માહિત થઈ ગયા હતા. બનાસકાંઠાના જગાણા ગામે આપ પાર્ટીનું સદસ્યતા અભિયાન સંમેલન યોજાયું હતું. જેમાં આપના પ્રદેશ ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મહામંત્રી રમેશભાઈ નાભાણીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન શરૂ કરાયુ હતું.
- બનાસકાંઠાના જગાણા ગામે આપ પાર્ટીનું સદસ્યતા અભિયાન સંમેલન યોજાયું હતું
- જાણીતા ગાયક વિજય સુવાળાએ લોક ગીતો ગાઈને મન મોહી લીધા
આ સદસ્યતા અભિયાનમાં માનજીભાઈ ચૌધરી, પ્રવિણ ચૌહાણ, પ્રવિણભાઈ રબારી, મોંઘજીભાઈ ચૌધરી, બાબુભાઈ મકવાણા, ભગવાનભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ કરેન, બાબુભાઈ લોહ, ડૉ પાર્થભાઈ જોશી, કિશોરભાઈ સોની, ડાહ્યાભાઈ પ્રજાપતિ તેમજ ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. અગાઉ સુરતમાં જાણીતા ઉદ્યાગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણી પણ આપમાં જોડાઈ ગયા હતા.
દ્વારકામાં સ્થાનિક વડીલ ઈશુદાનને ભેટીને રડી પડયા
ગાંધીનગર : આપના સદસ્યતા અભિયાન દરમિયાન દ્વારકામાં આપના પ્રદેશ અગ્રણી ઈશુદાન ગઢવીનેં ભેટીને એક સ્થાનિક રીતસરના ભેટીને રડી પડ્યાં હતાં. આ સ્થાનિક વડીલે ઈશુદાનને ભેટીને રડતાં રડતા કહયું હતું કે, હું વર્ષોથી આપની રાહ જોઈ રહ્યો હતો. તમે અમને આ તાનાશાહીથી બચાવો. ઈશુદાને આ વડીલના હાથ પકડીને કહ્યું હતું કે તમે રોશો નહીં ..સૌ સારા વાના થશે. ઈશુદાનની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા હતા. ઈશુદાનને ભેટીને વડીલ રડી પડયા તે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.