સુરત: (Surat) સરથાણા પોલીસે પાર્લરની (Parlor) આડમાં ચાલતા કૂટણખાનાને (Brothel) પકડી પાડ્યું હતું. પોલીસે પોતાના એક માણસને પાર્લરમાં (Massage parlor) મોકલીને ટ્રેપ ગોઠવી હતી અને મહિલાને કઢંગી હાલતમાં પકડી પાડી હતી. પોલીસે ત્રણ મહિલા તેમજ પાર્લરના માલિકની ધરપકડ કરી હતી. અગાઉ પણ શહેરમાં સ્પાના નામે ચાલી રહેલા ગોરખધંધા પોલીસે પકડી (Police) પાડ્યા છે ત્યારે વધુ એક કૂટણખાનું સરથાણા વિસ્તારમાંથી પકડી પડાયું છે.
- સરથાણામાં સાવલીયા સર્કલ પાસે મેરિટોન પ્લાઝાના પાંચમા માળે કુટણખાનું ચાલતું હતું
- પોલીસે પાર્લરના માલિક પારસ નડીયાપરા તેમજ ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો મુજબ, સરથાણા પોલીસના પીએસઆઇ પઢીયાર અને અન્ય સ્ટાફને બાતમી મળી હતી કે, સરથાણા સાવલીયા સર્કલ પાસે મેરિટોન પ્લાઝાના પાંચમા માળે પાર્લરની આડમાં ચાલતા કૂટણખાનું ચાલી રહ્યું છે. આ માહિતી મળતાની સાથે પોલીસે એક માણસ મોકલાવીને ટ્રેપ ગોઠવી હતી. સરથાણા પોલીસે પોતાના એક માણસને ગ્રાહક બનાવીને પાર્લરમાં મોકલ્યો હતો. સરથાણા પોલીસનો સ્ટાફ પાર્લર દેખાઇ તેવી રીતે દૂર ઊભો રહ્યો હતો. પોલીસે થોડીવાર બાદ પાર્લરમાં દરોડા પાડ્યા ત્યારે પોલીસનો માણસ અને એક મહિલા કઢંગી હાલતમાં મળી આવી હતી. પોલીસે અહીંથી મસાજ પાર્લરના માલિક પારસ પ્રાગજીભાઇ નડીયાપરા તેમજ પાર્લરમાંથી સોના રાજેશ પટેલ, સાદીયા આફરીન શામોની અને શબીના ખાતુનગની શેખને પકડી પાડી હતી. પોલીસે ત્રણેય છોકરી તેમજ માલિકની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
છોકરીઓની દલાલી કરતાં લોકો મહારાષ્ટ્રના ગામડાઓમાં રહેતી ગરીબ પરિવારની દિકરીઓ સાથે પૈસા આપી લગ્ન કરાવે છે
રાજકોટ: સુરતમાં સામે આવેલા વધુ એક કિસ્સામાં પરપ્રાંતિય યુવતિઓ સાથે લગ્ન કરાવી આપવાના બહાના તમે રૂપિયા ખંખેરતી ટોળકીના મુખ્ય ભેજાબાજ સુરતના દિનેશ વાળા અને ગીતા સોની તેમજ ભાગી જનાર યુવતી અને તેની માસી સામે ગુનો નોંધવા મોરબી રોડ પર જમના પાર્કમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા જતીન અરવિંદભાઇ ધોળકીયા (ઉ.વ.31)એ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. તેણે જણાવ્યું હતું કે તેમની ઉમર મોટી થતા જ્ઞાતિમાં કયાંય લગ્ન ન થતા હોવાથી સગા-વ્હાલામાં વાતચીત કરેલી, તેવામાં એક સંબંધીએ સુરતની વર્ષા સોસાયટીમાં રહેતા દિનેશ બાબુભાઇ વાળા અને ગીતા સુરેશ સોનીનો સંપર્ક કરાવ્યો હતો.
આ લોકો છોકરીઓની દલાલી કરતાં તેમણે અમને કહેલું કે મહારાષ્ટ્રના ગામડાઓમાં રહેતી ગરીબ પરિવારની દિકરીઓ તમારી સાથે લગ્ન કરી શકે છે. પરંતુ તેમના પરિવારને રૂા.1,50,000 આપવાના થશે. જેથી તેમણે અમને યુવતીઓના ફોટા વોટસએપ પર મોકલ્યા હતા. જેમાંથી નિશી ગંધા ઉમાકાંત સદાફૂલે (ઉ.વ.24, રહે.મહારાષ્ટ્ર ઔરંગાબાદ)નો ફોટો અમને પસંદ પડતા અમે બંનેને વાત કરી હતી, જેથી દિનેશ અને ગીતાએ કહેલું કે યુવતીના માસી મીના રમેશ પવાર કે જે સુરત રહે છે. તેને વાત કરી આગળનું આયોજન ગોઠવી દઈશું જેથી આ યુવતી અને તેના માસી રાજકોટ ખાતે આવતા યુવતિને મળ્યો હતો. ત્યારે યુવતિએ પણ લગ્ન માટે સંમતિ આપતા તા. 8-2-2021ના રોજ રાજકોટ ખાતે લગ્ન કરાર કર્યા હતા અને આરોપીઓને રૂા. 1.50 લાખ હું જ્યાં કામ કરતો હતો ત્યાંથી ઉછીના લાવી આપ્યા હતા.
તા.9-2-2021ના રોજ યુવતિએ અમને કહ્યું કે ‘અમે પહેરલ કપડે આવ્યા છીએ’ જેથી તેના કપડા લેવા બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે આ યુવતી મારા માતાની નજર ચુકવી ગુમ થઇ ગઇ હતી. જેની જાણ અમે દિનેશ, ગીતા અને મીનાબેનને કરતા તેઓએ કહ્યું કે ‘યુવતી અહીં આવી નથી એક બે દિવસ બાદ આ લોકોએ કહ્યું કે યુવતિ અમારી પાસે આવી ગઇ છે અમે તેને રાજકોટ લાવવા સમજાવી રહ્યા છીએ પરંતુ થોડા દિવસો બાદ પણ આ લોકો પરત નહીં આવતા દિનેશભાઇને ફોન કરતા તેમણે કહી દીધું હતું કે ‘હવે રૂપિયા પણ પરત નહીં મળે અને યુવતિ પણ પાછી રાજકોટ નહીં આવે’. આ ટોળકીએ લગ્નવાંચ્છુક ચારેય યુવનોને શિકાર બનાવ્યાનું જાણવા મળે છે.