વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે સરિસૃપ વન્યજીવો પણ રહેણાંક વિસ્તારોમાં આવી ગયા હોવાના બનાવો સામે આવ્યા છે.એક દિવસમાં 11 સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનો કિસ્સો વડોદરામાં બન્યો હતો.વડોદરાની ટિમ રિવોલ્યુશન અને સ્વર્ગસ્થ હેમંત વઢવાણાની ટિમ દ્વારા જુદાજુદા વિસ્તારોમાંથી 11 સાપોનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે.તેની સાથે સાથે દરવર્ષની જેમ આ વર્ષે પણ જળચર પ્રાણીઓ સહિત સરિસૃપ વન્યજીવો પણ રહેણાંક વિસ્તારોમાં દેખાદેવાની પણ શરૂઆત થઈ ગઈ છે.
ખાસ કરીને વડોદરા શહેર અને જીલ્લામાં આવા બનાવો નોંધાયા હતા.વડોદરા શહેરમાં કાર્યરત સ્વર્ગસ્થ હેમંત વઢવાણાની ટિમ તેમજ ટિમ રિવોલ્યુશન દ્વારા એક જ દિવસમાં જુદા જુદા વિસ્તારોમાંથી અલગ અલગ પ્રજાતિના 11 વન્ય સરીસૃપ જીવોનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યા હતા. જેમાં 5 ભમપોડી સર્પ,2 વરુણદંતી સાપ,1 રૂપ સુંદરી સાપ,2 ધામણ,1 ચિતોડ ,નો સમાવેશ થાય છે.
આ સિવાય એક કાગડો અને એક સમડીનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે વડોદરાના જીવદયા પ્રેમી રાકેશ વઢવાણાનું કુદરતી અવસાન થયા બાદ તેમના સુપુત્ર હેમંત વઢવાણાએ આ કામગીરી યથાવત રાખી છે.તેઓ સાથે વડોદરાની ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ સહિત વોલીએન્ટરો પણ આ સેવા કાર્ય ચાલુ કર્યું છે.