દેશમાં ગંગા દશેરાનો ( ganga dashera) તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે માતા ગંગાની પૂજા-અર્ચના કરે છે પરંતુ કોરોનાના (CORONA)નિયંત્રણો વચ્ચે આ તહેવાર પ્રસંગે વિવિધ ઘાટો પર નિયમોનો ભંગ કરીને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ત્રીજી લહેર (THIRD WAVE) સર્જાવાનો ભય કેટલાક નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
ગંગા દશેરાના તહેવાર નિમિત્તે હજારો ભક્તોએ ગંગામાં સ્નાન કરવા કન્નૌજના મહેંદી ઘાટ પર ઉમટ્યા હતા. અહી ભક્તો માસ્ક વિના ગંગામાં સ્નાન કરતા અને સોશિયલ ડિસ્ટન્સની ( SOCIAL DISTANCE) અવગણના કરતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર શ્રદ્ધાળુઓ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. કન્નૌજ, હરદોઈ, ઑરૈયા, ઇટાવા, જાલૌન સહિત અલગ અલગ જિલ્લાના હજારો શ્રદ્ધાળુઓ મહેંદી ઘાટ પર ગંગા નદીમાં સ્નાન કરવા અહીં આવે છે.ગંગામાં સ્નાન કરવા માટે ભેગી થયેલી ભીડ થવાના કારણે વહીવટની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જો આ અંગે બેદરકારી લેવામાં આવે તો ટૂંક સમયમાં ત્રીજી લહેરનો ખતરો પણ સામે આવી શકે છે. કન્નૌજમાં કોરોના સંક્રમણના કેસમાં ( CORONA CASES) ઘટાડો થયો છે પરંતુ આવી સ્થિતિમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ શકે છે.
ગંગા દશેરા સ્નાન મહોત્સવ નિમિત્તે હરિદ્વારમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. કોરોના કરફ્યુ બાદ પણ ભક્તોએ હરી-કી-પૌરી બ્રહ્મકુંડ ખાતે ગંગામાં સ્નાન કર્યું હતું. આ ઉપરાંત અન્ય ઘાટ પર ભક્તોએ પણ ગંગામાં ડૂબકી લીધી હતી. જ્યારે, પોલીસે હરી-કી-પૌરી વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવ્યું હતું.
આ ઉપરાંત, મથુરામાં પણ ગંગા દશેરા નિમિત્તે ભક્તો પવિત્ર તીર્થ વિશ્રામ ઘાટ પર પહોંચીને યમુનામાં ડૂબકી લગાવી હતી. કોરોના સંક્રમણના કારણે અહી વધુ પ્રમાણમાં લોકો ભેગા થયા નહોતા. કારણ કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યમુનાના વિશ્રામ ઘાટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું.