હાલોલ: હાલોલ શહેરમાં ગુરૂવાર ના રોજ તેજ પવન સાથે ગણતરી ની મિનીટો માટે વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં, અમુક સમય માટે જનજીવન થંભી ગયું હતું. તેમજ શહેરમાં પાછલાં ઘણા સમયથી ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજના ને પગલે મોટે ભાગના વિસ્તારો ના માર્ગો ખોદી નાંખવામાં આવેલ હોવાથી, ને તેમાં વરસાદી ઝાપટું પડવાથી, ભારે કાદવ કિચ્ચડ થઈ જતાં, શહેરીજનો એ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જ્યારે વરસાદની ઋતુની ટેસ્ટ મેચ તો હજુ બાકી છે, ત્યારે શહેરમાં ગુરૂવારે વરસેલો વરસાદ જે નેટ પ્રેક્ટિસ સમાન હતો. જેથી ગણતરીની મિનીટો માટે વરસેલા વરસાદી ઝાપટાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા ને જે વિસ્તારોમાં ગટરલાઈન ની કામગીરી ચાલી રહી છે. ત્યાં ખોદેલા ખાડાઓ ને પગલે કાદવ કિચ્ચડ થઈ જવા પામ્યું હતું. જ્યારે હજુ ચોમાસાની ઋતુની જમાવટ થયેલ નથી, ને ફક્ત એક મોટા વરસાદી ઝાપટાંએ શહેર ના મોટાભાગના વિસ્તારોના માર્ગોને કાદવ કિચ્ચડથી ખદબદેલ કરી દીધા છે. તો જ્યારે વધુ વરસાદ પડશે, ત્યારે શું હાલ થશે? તેની કલ્પના માત્રથી શહેરીજનો ચિંતિત થઈ ગયા હતા.