Columns

ભારતના જંગલ વિસ્તારોમાંથી ચિત્તાઓ નામશેષ થઇ જતાં કયાંથી ચિત્તાઓ લાવીને ઉછેરવામાં આવશે?

વિશ્વ રાષ્ટ્ર સંસ્થા UNOએ જૈવવૈવિધ્ય અંગેના અહેવાલમાં શું જણાવ્યું? આ અહેવાલમાં તેણે જણાવ્યું હતું કે આર્થિક વિકાસ સાધવાના પ્રયત્નો ઉપરાંત હાલના હવામાનના ફેરફારોને કારણે પ્રાણીઓની અને વનસ્પતિઓની ૧૦ લાખ જેટલી પ્રજાતિઓ લોપ થવાને આરે છે. આ અહેવાલ તૈયાર કરવામાં કોનો અગત્યનો ફાળો હતો? આ અહેવાલ તૈયાર કરવામાં રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશોનું આગવું પ્રદાન રહ્યું. કેવાં પ્રાણીઓની સંખ્યામાં વર્ષ ૧૯૦૦ થી ઘટાડો નોંધાયો છે? ‘એમ્ફીબીઅન’ પ્રાણીઓની સંખ્યામાં વર્ષ ૧૯૦૦થી ઘટાડો થતો જોવા મળ્યો છે. કયાં પ્રાણીઓની પ્રજાતિઓ સામે ભય ઊભો થયો છે? એમ્ફીબીઅન પ્રાણીઓની ૪૦% ટકા, પરવાળાના ખડકોની રચના પ્રાણીઓની ૩૩ % અને દરિયાઇ પ્રાણીઓની ૩૩ % પ્રજાતિઓ સામે ભય ઊભો થયો છે.

પાક માટે અથવા ઢોરઢાંખરની પેદાશો માટે સપાટીની જમીનના ૩૩%થી વધારે વિસ્તારોને અને ૭૫% તાજા પાણીના સ્ત્રોતોને કામે લગાડવામાં આવ્યા છે. ભારતના જંગલ વિસ્તારોમાંથી ચિત્તાઓ નામશેષ થઇ જતાં ફરીથી ચિત્તાઓની વસાહતો ઊભી કરવા માટે કયાંથી ચિત્તાઓ લાવીને ઉછેરવામાં આવશે? આ માટે ભારતની સુપ્રીમ કોર્ટે નામીબીઆમાંથી ચિત્તાઓ લાવીને તેમને અનુકૂળ વસાહતોમાં વસાવવા માટેની મંજૂરી આપી છે. વૈશ્વિક સ્તરે જમીનને ઉપયોગમાં લેવાને કારણે વધારેમાં વધારે જૈવવૈવિધ્યનો ઘટાડો કયાં જોવા મળ્યો? સૌથી વધારે જૈવવૈવિધ્યનો ઘટાડો યુરોપ અને મધ્ય એશિયામાં જોવા મળ્યો છે. જૈવવૈવિધ્ય બાબતે એશિયાખંડની શી સ્થિતિ છે? એશિયાખંડમાં જૈવવૈવિધ્યનો ઘટાડો ૪૩% છે. ‘IPBES’નો ઉદ્દેશ શું છે? તેનો ઉદ્દેશ જૈવવૈવિધ્ય અને નીવસન પ્રણાલી સેવાઓને મજબૂતી પ્રદાન કરવાનો છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

વિશ્વ રાષ્ટ્ર સંસ્થા UNOએ જૈવવૈવિધ્ય અંગેનો પોતાનો અહેવાલ રજૂ કર્યો

‘માનવીના આર્થિક વિકાસ સાધવા માટેના અથાગ પ્રયત્નો અને તે ઉપરાંત હાલમાં હવામાનમાં આવેલા ફેરફારોએ પ્રાણીઓની અને વનસ્પતિઓની દસ લાખ જેટલી પ્રજાતિઓને લોપ થવાના આરે લાવી દીધી છે!’ આ મુજબની વાત આધુનિક સંસ્કૃતિએ પ્રાકૃતિક દુનિયાને જે પારાવાર નુકસાન કર્યું છે તે અંગેના એક અહેવાલમાં કહેવામાં આવી છે. આ અહેવાલ ૫૦ દેશોના કુલ ૧૪૫ નિષ્ણાત લેખકોએ લગભગ ૧૫,૦૦૦ વૈજ્ઞાનિક અને સરકારી સ્ત્રોતોનો ઉપયોગ કરીને તૈયાર કર્યો હતો. આ અહેવાલ કે જેને તૈયાર કરવામાં રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે. તેને દુનિયાના કુલ ૧૩૦ દેશોએ ટેકો અને સંમતિ જાહેર કર્યા છે, તે આપણા પૃથ્વી ગ્રહના જૈવવૈવિધ્ય અંગેનો પહેલવહેલો વિશદ અને વિસ્તૃત અહેવાલ છે.

આ વિજ્ઞાનીઓ જણાવે છે, ‘આ અહેવાલે અત્યાર સુધીમાં સૌથી પહેલી વાર વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં પ્રકૃતિના આ રીતે કથળી જવા માટે માનવીની જે પ્રકૃતિઓ જવાબદાર છે, તેનો પોતાનામાં પુરાવો આપ્યો છે.’ વધુમાં તેઓ જણાવે છે કે ‘એમ્ફીબીઅન’ પ્રાણીઓની સંખ્યામાં, ખાસ કરીને વર્ષ ૧૯૦૦ થી ઘટાડો નોંધાયો છે.’ આ એમ્ફીબીઅન પ્રાણીઓ એટલે એવાં પ્રાણીઓ કે જેઓ જમીન  પર અથવા અવશેષોમાં અથવા વૃક્ષો પર રહેતાં હોય.

સોળમી સદીથી માંડીને અત્યાર સુધીમાં કરોડવાળા પ્રાણીઓની 680 પ્રજાતિઓ સમયના નેપથ્યમાં વિલીન થઇ ગઇ છે

એમ્ફીબીઅન પ્રજાતિઓના પ્રાણીઓની ૪૦% પ્રજાતિઓ, પરવાળાના ખડકોની રચના કરતા કોરલોની ૩૩% પ્રજાતિઓ અને દરિયાઇ પ્રાણીઓની લગભગ ૩૩ % (એક તૃતીયાંશ) પ્રજાતિઓના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે! જો કે જીવડાંઓની પ્રજાતિઓ માટે ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે પરંતુ જે પુરાવાઓ મળ્યા છે, તેઓ એવો સંકેત આપે છે કે તેમાંના ૧૦ ટકા સામે ભય ઊભો થયો છે. ૧૬મી સદીથી માંડીને અત્યાર સુધીમાં કરોડવાળા પ્રાણીઓની ૬૮૦ પ્રજાતિઓ સમયના નેપથ્યમાં વિલીન થઇ ચૂકી છે!

વળી ઘરેલુ અસ્તન પાલતું પ્રાણીઓ જેમને આહાર અને કૃષિ માટે ઉપયોગમાં લેવામાં આવતાં હતાં, તે પ્રાણીઓના ૯% પ્રાણીઓ વર્ષ ૨૦૧૬ સુધીમાં સમયના નેપથ્યમાં વિલીન થઇ ચૂકયાં હતાં.

આજકાલ સપાટીની જમીનની 33% જમીનને અને 75% તાજા પાણીના સ્ત્રોતોને પાક ઉત્પાદન માટે કામે લગાડવામાં આવ્યા છે

આ અહેવાલ જણાવે છે કે જમીન આધારિત પર્યાવરણના ૭૫% અને સમુદ્ર આધારિત પર્યાવરણના ૬૬% માં માનવીની પ્રવૃત્તિઓને કારણે મોટો ફેરફાર ઉદ્‌ભવ્યો છે. પરંતુ આનાથી ઊલ્ટું જો આવા વિસ્તારોમાં સ્થાનિક અને જેતે સંબંધિત વિસ્તારનાં લોકોએ જ વ્યવસ્થાપન કરવાનું હોત તો જૈવવૈવિધ્ય અને જેતે નીવસન પ્રાણીઓને આટલી પ્રતિકૂળ અસર ન પહોંચી હોત!

આજકાલ સપાટીની જમીનના ૩૩%થી વધારે વિસ્તારને અને ૭૫% તાજા પાણીના સ્ત્રોતોને પાક અથવા તો ઢોરઢાંખરની પેદાશો માટે કામે લગાડવામાં આવ્યા છે. સીંગલ યુઝ પ્લાસ્ટિકની કોઇ અર્થપૂર્ણ કે તાર્કિક સમજપૂર્વકની વ્યાખ્યા નથી કે જેથી તેના પર ફરમાવવામાં આવેલો પ્રતિબંધ સફળ થાય! સરકાર વિવિધ વ્યાખ્યાઓનો સહારો લે છે, તેનાથી જે સમસ્યાઓ ઊભી થઇ, તે સમસ્યાઓની વર્ષ ૨૦૦૭ સુધીમાં ઓળખ કરી લેવામાં આવી હતી. આવું પ્લાસ્ટિક આપણને હિમાલયની ઊંચાઇથી શરૂ કરીને સમુદ્રના ઊંડાણ સુધી જોવા મળે છે. સીંગલ યુઝ પ્લાસ્ટિક એવું પ્લાસ્ટિક છે કે જેનો ઉપયોગ કરીને તેને ફેંકી દેવામાં આવે છે. છેવટે તો તે જળાશયોના તળિયે એકઠું થાય છે અને ડ્રેનમાં અવરોધ ઊભો થાય છે.

ભારતનાં જંગલોમાં ચિત્તાઓ નામશેષ થઇ જતાં આફ્રિકન ચિત્તાને ભારતમાં લાવવામાં આવ્યો

એશિયાટીક ચિત્તાઓના નામશેષ થઇ જવાનાં ૫૦ વર્ષો પછી હમણાં હમણાં ભારતની સુપ્રીમ કોર્ટે ૨૮ મી જાન્યુઆરી ૨૦૨૦ ના નામીબીઆમાંથી ભારતમાં અનુકૂળ વસાહતોમાં આફ્રિકન ચિત્તાઓને વસાવવા માટેની મંજૂરી આપી છે. આ આફ્રિકન ચિત્તાઓ શિકારી પ્રવૃત્તિઓને કારણે નામશેષ થયા હતા. ત્યાર પછી તેમને જેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે, તેવી ‘લાલ યાદી’ માં મૂકવામાં આવ્યા હતા. આફ્રિકાના ‘સવાન્ના’ઓમાં તેમની સંખ્યા ૭૦૦૦ થી ઓછી રહી હતી. નિરંતર રીતે લીલા રહેતાં જંગલની આસપાસના ટૂંકા ઘાસવાળા વિસ્તારને ‘સવાન્ના’ કહેવામાં આવે છે. જોકે આ એશિયાટીક ચિત્તાઓ કંઇક ઓછી સંખ્યામાં ઇરાનમાં પણ જોવા મળે છે. જો કે ત્યાં હાલમાં તેમને જેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે, તેવી કક્ષામાં મૂકવામાં આવ્યા છે.

‘WWF’ ના વર્ષ 2020ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે વન્ય પ્રાણીઓની વસાહતોમાં 68 ટકાનો ઘટાડો નોંધાયો છે.

‘WWF’ ના ‘લીવીંગ પ્લેનેટ રીપોર્ટ, વર્ષ ૨૦૨૦’ માં જણાવવામાં  આવેલી જમીનને ઉપયોગમાં લેવાને કારણે વૈશ્વિક સ્તરે વધુમાં વધુ જૈવવૈવિધ્યનો ઘટાડો યુરોપ અને મધ્ય એશિયામાં ૫૭.૯ % જોવા મળ્યો છે. જૈવવૈવિધ્યના ઘટાડા બાબતે ત્યાર પછીના અનુક્રમે ૫૨.૫ ના ઘટાડા સાથે ઉત્તર અમેરિકા, ત્યાર પછી લેટીન અમેરિકા અને કેરેબિયન ૫૧.૨%ના ઘટાડા સાથે પછી આફ્રિકા ૪૫.૯%ના ઘટાડા સાથે અને છેવટે ૪૩% ઘટાડા સાથે એશિયાનો નંબર આવે છે. જો કે લીવીંગ પ્લેનેટ અનુક્રમ સંદર્ભમાં સર્વોચ્ચ ઘટાડા ૯૪ % સાથે લેટીન અમેરિકા અગ્ર ક્રમે છે. પ્રકૃતિની જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય યુનિયન ‘IUCN’ ના જણાવ્યા પ્રમાણે ભારત કે જે દુનિયાની કુલ જમીનના ફકત ૨.૪% વિસ્તારમાં છોડવાઓની ૪૫,૦૦૦ પ્રજાતિઓ સાથે અગ્ર ક્રમે છે, તેણે છોડવાઓની ફકત છ પ્રજાતિઓને ગુમાવી છે.

‘IPBES’નો ઉદેશ જૈવવૈવિધ્ય અને નીવસન પ્રણાલી સેવાઓને મજબૂતી પ્રદાન કરવાનો છે.

જૈવવૈવિધ્ય અને નીવસન સેવાઓ માટેના ‘ઇન્ટર ગવર્નમેન્ટ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાયવર્સીટી એન્ડ ઇકોસીસ્ટીમ સર્વિસીસ’ (IPBES) એક સ્વાયત્ત બોડી છે. તેની સ્થાપના સભ્ય દેશો દ્વારા વર્ષ ૨૦૧૨માં કરવામાં આવેલી. તેનો હેતુ ‘જૈવવૈવિધ્ય અને નીવસન પ્રણાલી’ સેવાઓને મજબૂતી પ્રદાન કરવાનો છે. આ ‘IPBES’ નો હેતુ પર્યાવરણ સંબંધી કરારો જેઓ જૈવવૈવિધ્ય અને નીવસન વ્યવસ્થા સંબંધી હોઇ, તે કરારોનું પાલન કરાવવાનો છે. આવા કરારોમાં જૈવવૈવિધ્ય, વન્ય ‘દૂતોરા અને ફોના’નો આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર, સ્થળાંતર કરતી પ્રજાતિઓ અંગેના કરાર, ભીની ભેજગ્રસ્ત જમીન અંગેના કરાર, અન્ન અને કૃષિ માટે જનીનિક સ્ત્રોતોના કરાર વગેરેનું પાલન થાય, એમ આ ‘IPBES’ ઇચ્છે છે. આ ‘IPBES’નું સેક્રેટરીટ જર્મનીના બોનમાં આવેલું છે. તેનો હેતુ માનવજાતના સાતત્યપૂર્ણ વિકાસ અને કલ્યાણ માટે નીવસન વ્યવસ્થા સેવાઓને મજબૂતી પ્રદાન કરવાનો છે.

Most Popular

To Top