વડોદરા: કિર્તિસ્થંભ પાસે માસ્કના મુદ્દે કાર ચાલક યુવાન સાથે પોલીસે આતંકવાદી જેવું કૃત્ય કરતા ઢોર માર માર્યો હતો.
રાજમહેલ રોડ કિર્તિસ્થંભ પાસે નવાપુરા પોલીસે માસ્ક અને વાહનચેકિંગ હાથ ધરતા સમયે કાર ચાલક યુવાનને માસ્ક બાબતે દંડ ફટકારતા રિધમ પટેલ (માંજલપુર) ફકત રૂ.૫૦૦ જ હોવાથી મારા મામા આપશે તેમ જણાવીને ફોન કરતા જ પોલીસે ખાખી વર્દીનો રોફ દાખવ્યો હતો. ‘તારો મામો કોઈ ટોપી છે’ તેમ ધમકાવીને રિધમ પટેલે કારમાંથી બહાર ખેંચીન ઢસડયો હતો.
પોલીસ સ્ટાફે ૧૮ વર્ષના રિધમને ઉંચકીને રિક્ષામાં ધકેલી દીધો હતો. પોલીસે રિધમને પોલોગ્રાઉન્ડ પાસે લઈ જઈને જાણે કોઈ આતંકવાદી હોય તેમ આડેધડ ફેટો લાતોથી માર માર્યો હતો. રિધમ પટેલ મહિલા પોલીસને માસ્ક વિના જોતા ‘તમારી પોલીસે માસ્ક કેમ પહેર્યું નથી’ પૂછતા જ પોલીસ કાફલો ઔર ઉશ્કેરાયો હતો રિધમને બીજા રાઉન્ડમાં નવાપુરા પોલીસ સ્ટેશન લઈ જઇ થપ્પડો અને લાતો મારતા પોલીસે કહ્નાં કે, ‘કેમેરા ચાલુ છે જે થાય તે કરી લે’.દોઢથી બે કલાક ચાલેલા બર્બરતપૂર્વકના બનાવ બાદ રિધમને તેના પરિવારજનો છોડાવી ગયા હતા. જો કે રાત્રે છાતીમાં દુંખાવો ઉપડતા સારવાર અર્થે સયાજીમાં દાખલ કરા્યો હતો. રિધમ પટેલે બી.ઍસ.પટેલ. સહિત ૭ પોલીસ વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસ અરવિંદભાઈ અને ભરતભાઈઍ આજે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તના નિવેદનની કાર્યવાહી હાથ ધરી હતી.