ફાંટા તળાવમાં નાહવા પડેલા ચાર મિત્રો પૈકી બે ભાઈઓના ડૂબી જતાં મોત
હાલોલ: હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલ ફાંટા તળાવમાં બુધવારના રોજ ન્હાવા પડેલા મિત્રો પૈકી, બે સગા ભાઈઓ નું ડૂબી જતાં મૃત્યુ થયું હતું, જ્યારે બે જણા બહાર નિકળી જતા તેમનો બચાવ થયો હતો. ઘટના ની જાણ થતાં આસ પાસના લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગયા હતા. જ્યારે હાલોલ ટાઉન પોલીસ ને ફાયર ફાયટરની ટીમને જાણ થતાં, ફાયર ફાયટરની ટીમે બંન્ને ભાઈઓના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતાં. પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. જ્યારે તળાવ નજીક આવેલ મદારીવાસમાં રહેતા બે સગા ભાઈઓનું આમ ડૂબી જવાથી મોત થતાં, તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ બુધવાર ના રોજ હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલ ફાંટા તળાવમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી મુળ પાલીતાણાના વતની ને હાલોલ મદારીવાસમાં રહી ને ફુગ્ગાનું વેચાણ કરી ગુજરાણ ચલાવતા પરિવારના બે સગા ભાઈઓ કાલુ મુકેશ વાગેલા ઉંવર્ષ ૧૩ ને હેક મુકેશ વાગેલા ઉંવર્ષ ૧૭ નું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે મિત્રો બહાર નિકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. ઉપરોક્ત ભાઈઓમાંથી કાલુ ડૂબતો હોવાથી તેને બચાવવા જતા હેક પણ પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં આસ પાસના લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગયા હતા. જ્યારે હાલોલ ફાયર ફાયટરની ટીમ દ્વારા બંન્ને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલોલ ટાઉન પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી, બંન્ને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવી તેમના વાલી વારસને સોંપવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. પોતાના બે દિકરાનું આમ એક સાથે મૃત્યુ થતાં, પરિવારજનોના માથે જાણે આભ તુટી પડ્યું હતું, ને ઘટના ને પગલે આખું મદારીવાસ હિબકે ચડ્યું હતું.
16 વર્ષની ભત્રીજીને બચાવવા ગયેલા સગા કાકા પાણીનાં વહેણમાં તણાયા
શિનોર: શિનોર તાલુકાના દિવેર ગામે આવેલી મઢી પાસે નર્મદા નદી માં એક ઈસમ ડૂબી જતા ફાયર બ્રિગેડની ટીમ વડોદરાથી આવી ગયેલ છે. આજે બુધવારે જાડેશ્વર ભરૂચ થી એક કુટુંબ રાજકોટના મહેમાન સાથે બપોરે મઢીપાસે નર્મદા નદીમાં નહાવા પડેલા હાલ નદીમાં ડેમમાંથી પાણી છોડાયું હોવાથી નર્મદા નદી બે કાંઠે વહે છે જ્યારે 16 વર્ષની તરુણી સંસ્કૃતિ આચાર્ય પાણીના વહેણમાં તણાયા હતા તેને બચાવવા તેના કાકા ઉદય દેવમુરારી તથા ગાડી ચાલક સેજલ ગોહિલ પડ્યા હતા તેમાંથી સેજલ ચાવડા તથા સંસ્કૃતિ આચાર્ય બચીને બહાર આવ્યા હતા.
પરંતુ કાકા ઉદયદેવ મુરારી નદીના પાણીના વહેણમાં લાપતા થયા હતા. સ્થાનિક દ્વારા તપાસ આરંભી પછી વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચતા બચી ગયેલ સંસ્કૃતિ આચાર્યને 108 માં પ્રાથમિક સારવાર માટે લઇ ગયેલા છે તે બિલકુલ સાજી છે. મહેમાન સાથે આવેલા ઝાડેશ્વરનુ, કુટુંબ ગમગીન બન્યું છે. શિનોરની પોલીસને જાણ થતા તુરત શિનોર પોલીસ દોડી આવેલ છે.
હાલમાં માંડવો નદીમાં નહાવા 500 માણસનુ ટોળું લોકડાઉન માણવા દરગાહ ઉપર નદી કિનારે ભેગું થયું હતું.ગત રવિવારે દિવેર માંડવા માલસર બહારની ગાડીઓ નદીએ નહાવા માટે આવી હતી. દિવેર નદીના પટમાં ખાણીપીણીની લારીઓ તથા લવ પોઇન્ટ બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવેર ગામે મા નર્મદામાં તારીખ 28 ફેબ્રુઆરીના રોજ એકી સાથે ચાર ઈસમો નર્મદા નદીમાં ડૂબી ગયા હતા જેમાંથી બે ની લાશ મળી હતી. બીજાની આજે પણ મળેલ નથી.