ટીવીનો સ્ટાર પણ વિવેક ફિલ્મોમાં બેકાર – Gujaratmitra Daily Newspaper

Entertainment

ટીવીનો સ્ટાર પણ વિવેક ફિલ્મોમાં બેકાર

એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલ રિયાલિટી એડવેન્ચર શો ‘ખતરો કે ખિલાડી’ નું શૂટિંગ કરવા માટે સાઉથ આફ્રિકા ગઈ છે અને કેપ ટાઉનમાં શૂટિંગમાં બીઝી છે, દિવ્યાંકા થોડા સમય પહેલા જ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે એક એડવર્ટાઈઝમેન્ટમાં પણ દેખાય હતી. દિવ્યાંકા સતત બીઝી છે ત્યાં તેનો હસબન્ડ વિવેક દહિયા બેકાર બેઠો છે.

વિવેક દહિયા ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે, પણ એક ટીવી- એક્ટર હોવાને લીધે તેને ફિલ્મોમાં કામ મળતું નથી. એક ઇન્ટરવ્યુમાં આ ટીવી-એક્ટરે કહ્યું, મેં બધા પ્રોજેક્ટ છોડી દીધા છે અને હવે બે વર્ષથી ઘરે બેઠો છું.  હું છેલ્લા એક વર્ષથી રિજેક્શનનો સામનો કરી રહ્યો છું અને હવે ફિલ્મોમાં પ્રયત્નો કરવા માગું છું. હું ઘણીબધી રિયાલિટીનો સામનો કરી રહ્યો છું. લોકો ટીવી-એક્ટર સાંભળતાંની સાથે જ રિજેક્ટ કરે છે. મેં ઘણાં ઓડિશન્સ પણ આપ્યા પણ ટેલિવિઝન એક્ટરના ટેગને લીધે ફિલ્મના લોકો  રિજેકશન આપે  છે. 

ફિલ્મ પ્રોડક્શન હાઉસ તરફથી સાંભળવા મળે છે કે તમે ઓડિશન સારું આપ્યું હતું પણ તમારો ચહેરો ઓડિયન્સ માટે ફ્રેશ નથી. પબ્લિક તમને ટીવી પર ફ્રીમાં જુએ છે, તો રૂપિયા વેડફીને ફિલ્મના  પડદે કેમ જોવા આવે? જ્યારે મને આ બધાં કારણોથી રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે ઘણો ગુસ્સો આવે છે અને દુઃખ પણ થાય છે. ટીવી-એક્ટરના ટેગથી છુટકારો મેળવવા મેં દરેક પ્રોજેક્ટ મૂકી દીધા. હું કામ વગર ઘરે બેઠો છું. પ્રોડક્શન અને માર્કેટિંગના લોકોને સમજવું પડશે કે એક ટીવી-એક્ટર ઓડિયન્સને થિયેટર તરફ ખેંચી શકે છે. ટીવી એક્ટર્સનું ફેન ફોલોઈંગ એટલું વધારે છે કે તેમની ફિલ્મોથી ફાયદો થઈ શકે છે. 

હું હાર માનવાનો નથી અને મહેનતથી ફિલ્મોમાં કામ કરીને સપનું પૂરું કરીશ. વિવેક દહિયા છેલ્લે ટીવી શો ‘કયામત કી રાત’માં દેખાયો હતો, તે 2019માં ઓફ-એર થઈ ગયો હતો. એ પછી તે પોતાની પત્ની સાથે ‘કુંડલી ભાગ્ય’ અને ‘નચ બલિયે 9’માં ગેસ્ટ તરીકે આવ્યો હતો. OTT પર વિવેક છેલ્લે 2020ની વેબ સિરીઝ ‘સ્ટેટ ઓફ સીઝન  26/11’માં દેખાયો હતો, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા કલાકાર ફિલ્મોમાં સફળ થયા છે જેમાં સ્વ.સુશાંત સિંહ રાજપૂતનો પણ સમાવેશ થાય છે , એક્ટ્રેસ પ્રાચી દેસાઈ પણ ટેલિવિઝનથી ફિલ્મોમાં આવી હતી.

Most Popular

To Top