Vadodara

ગોડાઉનમાંથી મળેલાે ચોખાનો જથ્થો પ્લાસ્ટિકનો જ!

શહેરા: શહેરા ખાતે આવેલી  સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાના આક્ષેપ સાથે કાર્ડધારક એ  પુરવઠા વિભાગમા  ફરીયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી.જેને લઇને ગાંધીનગરની ટીમ દ્વારા સરકારી અનાજ ગોડાઉનમાં  તપાસ હાથધરી હતી.ચોખાના  સેમ્પલ લઈને  તપાસ કરતા 50 કિલો ચોખાના કટ્ટા મા 500ગ્રામ ફોર્ટીફાઈડ ચોખા ઉમેરવામાં આવતા હોય છે. ગાંધીનગરની ટીમ એ ફોર્ટીફાઈડ ચોખા હોવાનું જણાવ્યુ હતુ. 

શહેરા  નગરમા  અર્થક્ષમ સેવા સંસ્થા મંડળીની શાખા  નંબર-૩ સસ્તા અનાજની દૂકાન આવેલી છે.જ્યા રાહત દરે અનાજ આપવામા આવે છે.જ્યા ચોખાના  વિતરણ દરમિયાન ગ્રાહકોએ પ્લાસ્ટિકના ચોખા નીકળતા હોવાની રજુઆત તંત્રને કરતા મામલતદાર દોડી આવ્યા હતા. ચોખાનો ૭૦૦ કિલો જથ્થાને પાછો પુરવઠા ગોડાઉનમા  પરત મોકલી દેવામા આવ્યો હતો.

જીલ્લા પુરવઠા અધિકારીએ વાતને તથ્ય વિહોણી ગણાવીને  ચોખા ને  ફોર્ટીફાઈડ કરીને ઉમેરવામા આવતાં  હોવાનૂ જણાવ્યુ હતુ. ચોખાને પોષણક્ષમ બનાવવા માટે ૫૦ કિલો ચોખા ના કટ્ટા મા  ૫૦૦ ગ્રામ ફોર્ટીફાઇડ ચોખા ઉમેરવામા આવે છે.આ મામલે ગાંધીનગરથી ટેક્નિકલ ઓફિસર ફૂડ રિસર્ચ લેબોરેટરી  ના જી.પી.દરબાર, એચ.એમ.ત્રિવેદી મેનેજર સિવિલ સપ્લાય તેમજ એચ. વી .પટેલ ટેકનીકલ આસિસ્ટન્ટ ફૂડ  રિસર્ચ લેબોરેટરી ગાંઘીનગરની ટીમ એ  શુક્રવારના રોજ  તપાસ કરવા સરકારી ગોડાઉન ખાતે આવી પહોચી હતી.

વધુમા ટેક્નિકલ ઓફિસર ફૂડ રિસર્ચ લેબોરેટરી ના જી.પી.દરબાર એ પ્લાસ્ટિકના ચોખા નથી.  આ  ફોર્ટીફાઈડ ચોખા હોવાનુ જણાવ્યુ હતુ.સસ્તા અનાજ ની દુકાનમાં ફાળવવામાં આવતા ચોખા ના કટ્ટામા  50કિલો નો હોય છે તેમાં  500ગ્રામ પોષણ યુક્ત  ચોખા ઉમેરવામાં આવે છે. FCI ગોડાઉનમાંથી ફોર્ટીફાઈડ ચોખા  પંચમહાલ દાહોદ , છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ફાળવવામાં આવ્યા હોવાનુ જિલ્લા પુરવઠા અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ. સસ્તા અનાજની દુકાનોમાં આપવામાં આવેલ ચોખા પ્લાસ્ટિકના નહી પણ  ફોર્ટીફાઈડ ચોખા હોવાનું ગાંધીનગર થી આવેલ ટીમ ની તપાસમા  બહાર આવ્યુ છે.

Most Popular

To Top