Madhya Gujarat

છોટાઉદેપુરથી ગોધરાને જોડતાે માર્ગ બંધ કરાતાં લોકોને મુશ્કેલી

       છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરમાં સ્ટેશન વિસ્તાર તરફ જતા છોટાઉદેપુરથી ગોધરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર રેલવે ફાટક નં 101 આવેલ છે. જ્યાં ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ફાટક નં 101 ઉપર બ્રિજની કામગીરી શરૂ કરતાં એક ગરનાળામાંથી નાના વાહનો અર્થે પ્રજાને અવર જવર કરવા તંત્ર દ્વારા રસ્તો અપાયો હતો. પરંતુ એ પતરાં ગોઠવીને બંધ કરી દેતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલ ગોકળ ગતિએ ચાલી રહી છે.

છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર તરફ રહેતા રહીશોને નાના વાહનો લઈને નગરના બજારમાં આવવામાં ઘણી તકલીફ પડે છે. 2 કિલોમીટર જેવો ફેરો કરીને આવવું પડે છે. જેનાથી પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેશન વિસ્તારની પ્રજા માંગ કરી રહી છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા અર્થે તથા અન્ય કામ અર્થે બજારમાં જવું પડે પરંતુ રસ્તો બંધ કરી દેતા ગોળ ફરીને જવું પડે છે. સમય અને પેટ્રોલનો ભારે બગાડ થાય છે.છોટાઉદેપુરમાંથી પાસાર રેલવે ફાટક નં 101 ઉપર રસ્તો બંધ કરી દેતાં 45 ગામની પ્રજાને છોટાઉદેપુર નગરમાં પ્રવેશ કરવા અર્થે ગોળ ફેરો ફરીને આવવું પડે છે. જેનાથી પ્રજામાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. અન્ય મોટા ભારે વાહનોની અવર જવર અર્થે તંત્ર દ્વારા 12 કિલોમીટર ફરીને જવાનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જેમાં પણ રસ્તા સારા ન હોય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવવી પડે છે. ફાટક ઉપર અગાઉ આપેલ ગરનાળાનો રસ્તો ખોલી દેવામાં આવે તો પ્રજા સહેલાઇથી અવર જવર કરી શકે તેમ પ્રજાની પ્રચંડ માંગ ઉઠી છે.

Most Popular

To Top