Vadodara

શહેરની તમામ નાની મોટી દુકાનો સહિત લારી ગલ્લાની રોજગારી શરૂ

વડોદરા: રાજ્ય સરકાર દ્વારા તમામ દુકાનદારો માટે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી  ધંધો રોજગારી કરવા માટે નો સમય આપતા વેપારી આલમ માં આનંદની લાગણી ફેલાઇ છે. તેના પગલે વડોદરામાં પણ સવારથી જ થી દુકાનો અને બજારો ખુલી ગયા હતા અને રોડ પરની ચહલ પહલ પુનઃ વેગ વંતી થઈ હતી. લોકોએ દુકાનો સાફ કરી દિવાબત્તી કરીને  ધંધા રોજગાર શરૂ કર્યા હતા. સાથે બજારોમાં પનલોકોની અવરજવર વધારે પ્રમાણમાં જોવા મળી હતી.

રાવપુરા

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં અસાધારણ માત્રામાં કેસો વધી જતાં ગત 28મીથી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની ચીજ વસ્તુઓ માટે આંશિક લોક ડાઉન જાહેર કર્યું હતું . આ લોક ડાઉન ને પગલે નાના વેપારીઓ સહિત છૂટક રોજગારી કરતાં વેપારીઓ માથે આર્થિક સંકટ ઉભું થયું હતું. ત્યારે અન્ય વેપારી સંગઠનો દ્વારા પણ  કોરોનાનું સંક્રમણ અટકાવવા લોક ડાઉન કરવાની હિમાયત કરવામાં  આવતા રાજ્ય સરકારે આંશિક લોક ડાઉન લાદયું  હતું. 

જેતલપુર રોડ

હવે જ્યારે કોરોનાનાં કેસો ઓછા થઈ રહ્યા છે  ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ વેપારીઓ માટે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી  પોતાનો ધંધો રોજગાર કરવા માટેની અનુમતિ આપ્યા બાદ શહેરમાં સવારથીજ બજારો ખુલવા લાગ્યા હતા. વેપારીઓએ  નવા ઉત્સાહ સાથે પોતાની દુકાનો ખોલીને ની સાફ સફાઈ કરી  પૂજા કર્યા બાદ ધંધા રોજગાર શરૂ કર્યા હતા.  23 દિવસ બાદ વડોદરા શહેરમાં તમામ દુકાનો ખુલતા  શહેરના બજારોની રોનક  પરત આવી હતી અને બજારો માં ચહેલ પહેલ જોવા મળી હતી લોકો ઉત્સાહ સાથે સવાર થીજ દુકાનો ખોલલી ને સાફ સફાઈ કર્યાબાદ દિવાળીમાં દુકાન ખોલે તેરીતે આજે દુકાનો ખોલી હતી.  

એમ.જી.રોડ

તેમજ કોવિડ ગાઈડ લાઈનનું પાલન  કરી ને ધંધો રોજગારી કરતા જોવા મળ્યા હતા. ધંધો રોજગાર ખોલવાના  પ્રથમ દિવસે  બજારો ભીડ હતી પરંતુ ઘરાકી ઓછી જોવા મળી હતી.   ત્યારે સમગ્ર  વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના મહામંત્રી પરેશ પરીખે જણાવ્યું હતું કે આજથી દુકાનો ખોલીને ધંધો કરવાની શરૂઆત કરી છે પરંતુ ખરો ધંધોતો બપોર બાદ શરુ થાય છે. ત્યારે આ રાહતનો કોઈજ ઉપયોગ નથી નાના વેપારીઓ તેમજ લઈ ગલ્લા વાળાઓ માટે જરૂરી છે પરંતુ હોટલ તેમજ ખાન પાન ની દુકાનોને ફક્ત ટેક અવે માટે જ પરવાનગી આપતા તેઓ નિરાશ થયા છે.

મદનઝાંપા રોડ

કારણ કે હોટલ તેમજ રેસ્ટોરંટ ઉદ્યોગ તો સાંજ બાદજ શરૂ થતો હોવાથી તેમને આ રાહતનો કોઈજ અર્થ નથી તેથી રાત્રે  આઠ નવ વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવા માટેની માંગ કરવામાં આવી હતી. જેથી બધા વેપારીઓને રાહત મળે અને રોજગારી મેળવી શકે. બીજા એવો કેટલાયે ઉદ્યોગો એવા છે કે બપોર બાદ જ ઘરાકી નીકળે છે તેવા વેપારીઓએ પણ મોડા સુધી રોજગાર કરવા માટે જલ્દી પરવાનગી આપવા માટે માંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે મિની લોકડાઉન સતત વધારાતું હોવાથી જીવન જરૂરી ચિજો સિવાયના ધંધા રોજગારો બંધ થઇ ગયા હતા. જેના કારણે વેપારીઓ અને દુકાનદારો આર્થિક તંગી અનુભવી રહ્યા હતા.

મીનીલોકડાઉન ખુલતા જ અનેક વિસ્તારો જીવંત બન્યાં

મંગળબજાર

વડોદરા શહેરમાં ગુજરાત સરકારે છુટછાટ આપ્યા બાદ સવારે 9 થી 3 માંડવી રોડ, મંગળબજાર, રાવપુરા રોડ, અલકાપુરી તેમાં કપડા, સાડી, ડ્રેસ, સાયકલબજાર, ઈલેકટ્રોનિકસ માર્કેટ, હોટલો ખુલી ગઈ હતી. શહેરમાં એક અઠવાડીયા માટે છુટછાટ ગુજરાત સરકારે આપતા જેતલપુર રોડ પર ફુટપાથ પર ખાણીપીણીની લારીઓ, ખુમચાવાળા ખૂલી જતાં લોકોએ ફૂટપાથ પર બેસી અલગ અલગ વાનગી, ગરમ નાસ્તો, જમવાનો સ્વાદ માણ્યો હતો અને આનંદ અનુભવ્યો હતો. અગાઉ 23 િદવસના લોકડાઉનના કારણે જીવન જરૂરી સીવાય બધાના ધંધા રોજગાર બંધ હતાં. જેના કારણે આર્થિક ગણતરીઓ ખોટી પડી ગઈ હતી. અને વેપારી દુકાનદારો આર્થિક તંગી અનુભવી રહ્યાં હતાં. જેમાં હવે મોટી રાહત થશે. તસવીર- ભરત પારેખ

Most Popular

To Top