Surat Main

તૌકતે વાવાઝોડાને કારણે સુરત એરપોર્ટ 26 કલાક માટે બંધ કરી દેવાયું

સુરત: (Surat) અરબી સમુદ્રમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાની અસર સુરત પર પણ પડી રહી હોવાથી એરપોર્ટ (Airport) ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ સોમવારે સવારે 11 વાગ્યાથી મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સોમવારે સવારે એકમાત્ર દિલ્હી-સુરતની ફ્લાઇટની અવર-જવર રહી હતી તે પછી તમામ ફ્લાઇટ (Flight) ઓપરેશન બંધ કરી દેવાયા હતાં. એરપોર્ટ પર આવેલા સાધનોને સુરત પાસેથી પસાર થવાનું હોય સાવચેતીના ભાગરૂપે સુરત એરપોર્ટને 24 કલાક માટે શટડાઉન કરી દેવાયું છે. આજે સોમવારે બપોરે 11 વાગ્યાથી મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટસની અવરજવર રદ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઇમરજન્સીમાં વિપરીત વાતાવરણમાં પણ વિમાનને (Plane) લેન્ડિંગ કરાવવું પડે તો આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

તૌકતે વાવાઝોડાની સંભાવનાના પગલે સુરત એરપોર્ટને સ્ટેન્ડબાય રખાયું છે. રાજકોટ, સૌરાષ્ટ્રમાં કોઈ ઈમરજન્સી સર્જાય તો તાત્કાલિક હવાઈમાર્ગે મદદ પહોંચાડી શકાય તે માટે સુરત એરપોર્ટ પર તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનીના માર્ગદર્શન હેઠળ બે દિવસથી સતત મેરેથોન મીટિંગ કરવામાં આવી રહી છે. ફ્લાઈટ્સને સુરક્ષાના નિયમોને આધીન પાર્ક કરી દેવામાં આવી છે. ટર્મિનલ, રન-વે પરથી જોખમો દૂર કરી ફાયરસેફ્ટી, વાયરિંગ વિગેરે ચેક કરી દેવામાં આવ્યા છે.

સુરત પાસેથી વાવાઝોડું પસાર થનાર હોઈ 60 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાના પગલે પેસેન્જર ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી છે અને પેસેન્જરોની ચિંતા કરતા તા. 17 મેના સવારે 11 થી 18 મેના બપોરે 1 વાગ્યા સુધી 26 કલાક માટે સુરત એરપોર્ટને બંધ કરી દેવાયું છે. જેના લીધે બપોર બાદ આવનારી બેલગાવી-સુરત-કિશનગઢ તથા કલકત્તાની ફ્લાઈટ રદ થઈ છે. આવતીકાલે સવારની દિલ્હીની ફ્લાઈટ પણ રદ થશે. હાલમાં પ્રાથમિકતા વાવાઝોડા સામે લડવાની છે. ગુજરાતમાં કોઈ પણ સ્થળે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે માટે પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે. તેથી જ પેસેન્જરો માટે એરપોર્ટ બંધ કરી દેવાયું છે.

Most Popular

To Top