મ્યુકોરમાયકોસીસ જે પહેલા ઝીગોમાયકોસીસ તરીકે ઓળખાતી હતી. મ્યુકોરાલ ફંગસની એક જાત છે અને રીઝોપસ, મ્યુકોરાલની એક પ્રજાતિ છે. જેનાથી મ્યુકોરમાયકોસીસ થાય છે. ફળફળાદી અને બ્રેડ પર જોવા મળતી ફુગનું સમાવેશ પણ મ્યુકોરાલમા થાય છે. પરંતુ એ માણસમાં મ્યુકોરમાયકોસીસ પેદા નથી કરતી કારણ કે એની જાતી રીઝોપસ કરતા જુદી હોય છે. કોરોનાના ઇનફેકશનમા વપરાતી દવાઓ જેમકે સ્ટીરોઇડ, અમુક ઇમ્યુનસપ્રસીવ મેડીસીન (રોગ પ્રતિકારક શકિત ઓછી કરે એવી દવા) બ્રોડ સ્પેકટ્રમ એન્ટીબાયોટીક, એના સિવાય ડાયબેટીસ, નબળી રોગ પ્રતિકારક શકિત, હોસ્પિટલમાંથી લાગતો સેકન્ડરી ચેપ (નેસોકોમીયલ ઇનફેકશન) રકતમાં રહેલા ઓછા સફેદ કણો આ મુખ્ય કારણો છે જેના કારણે મ્યુકોરમાયકોસીસ થઇ શકે છે.
મ્યુકોરમાયકોસીસ ચેપી રોગ નથી પણ જીવલેણ જરૂર છે. આ રોગ જવલ્લે જોવા મળે છે. માત્ર અમેરિકામાં દર વર્ષ 500 કેસ જોવા મળે છે. જો કોરોનાના દર્દીને સ્ટીરોઇડ, બ્રોડ સ્પેકટ્રમ એન્ટીબાયોટીક, ઇમ્યુનસપ્રેસીવ મેડીસીન, આપવામા ના આવે અને દર્દીને જો ડાયબેટીસ ના હોય. રોગ પ્રતિકારક શકિત મજબુત હોય. કોરોના સિવાય કોઇ બીજુ ચેપ લાગેલા ના હોય તો મ્યુકોરમાયકોસીસ થવાની શકયતા નહીવત હોય છે.
સુરત- ડો. અખ્તરહુસૈન (ઇન્ટરનલ મેડીસીન)-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.