Saurashtra

ભાવનગરના ઉમરાળા ગામના ચોગઠ ગામમાં 20 દિવસમાં કોરોનાથી 90 લોકોના મોત

rajkot : ગુજરાતના ગામડાઓની કોરોના ( corona) સ્થિતિ કાબૂ બહાર ગઈ છે. અનેક ગામડાઓમાં સંક્રમણ ફેલાવાથી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ભાવનગર ( bhavanagar) જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કોરોનાનો કાળોકહેર જોવા મળી રહ્યો છે. ચોગઠ ગામમાં છેલ્લા ર૦ દિવસમાં આશરે ૯0 થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું કહેવાય છે.

માંડ ૧૪ હજારની વસ્તી ધરાવતા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં હાલ ઘરે ઘરે બિમારીના ખાટલા હોવાનુ જાણવા મળ્યું છે. ચોગઠ ગામમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ઘણા લોકોના રિપોર્ટ પોઝિટિવ ( positive report) આવ્યા છે તેથી ગામમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે. સાથે જ મોતનો આંકડો ડરાવનારો છે. માત્ર ૨૦ દિવસમાં 90 જેટલા મોત થયા હોવાનું કહેવાય છે. તેથી હાલ સ્મશાનમાં લાકડા પણ ખાલી થવા આવ્યા હોવાનુ ચર્ચાય રહ્યું છે. આથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સૂત્રોનું કહેવું છે કે લોકોની નજર સામે મોતનું તાંડવ રચાઈ રહ્યું છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવી નથી રહ્યાં. આથી લોકો સ્વૈચ્છિક લોકડાઉન ( lock down) તરફ વળ્યા છે. લોકો જાતે જ નિયમોનું પાલન કરી રહ્યાં છે. ગુજરાત સરકારના પ્રોજેક્ટ અંતર્ગત પણ અહી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ નથી. ગામમાં ખરાબ સ્થિતિ હોય ત્યારે રાજકીય લોકો મદદે પણ આવતા ન હોવાનુ ચર્ચાય રહ્યું છે.

Most Popular

To Top