National

હવે ઘરે પણ માસ્ક પહેરો, ઘરે મહેમાનોને ન બોલાવો: સરકાર

દેશમાં કોરોનાવાયરસનું બીજું મોજું કોહરામ મચાવે છે ત્યારે સરકારે આજે કહ્યું કે લોકો હવે એમના ઘરની અંદર પણ માસ્ક પહેરે અને મહેમાનોને ન બોલાવે એનો સમય આવી ગયો છે. અત્રે પત્રકાર પરિષદને સંબોધતા નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પૌલે કહ્યું કે જો ઘરમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિ હોય તો તેણે પરિવારના અન્ય સભ્યને ચેપ ન લાગે એ માટે માસ્ક પહેરવું જ જોઇએ. ઉલટું હું તો કહીશ કે સમય આવી ગયો છે કે એવું ન હોય તો પણ ઘરમાં માસ્ક પહેરો.

આપણે ઘરની બહાર માસ્ક પહેરીએ છીએ પણ જે રીતે ચેપ ફેલાઇ રહ્યો છે તે જોતાં આપણે ઘરમાં પણ કોઇની સાથે બેઠા હોઇએ ત્યારે માસ્ક પહેરવું જોઇએ. પૌલે ભાર મૂક્યો કે પણ ચોક્કસ જ પોઝિટિવ દર્દી ઘરમાં હોય તો તેને અલગ રૂમમાં રાખવો અને તેણે અને ઘરની અંદર અન્યોએ પણ માસ્ક પહેરવું. કોરોનાવાયરસ હવાના માધ્યમથી ફેલાય છે એવો અભ્યાસ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયો એના દિવસો બાદ પૌલે આ નિવેદન આપ્યું છે. પૌલે કહ્યું કે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ અને મહેમાનોને ઘરે ન બોલાવવા જોઇએ. તેમણે ઝડપી રસીકરણ પર પણ ભાર મૂક્યો હતો.

હૉસ્પિટલમાં જરૂર હોય એ જ દાખલ થાય
એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે બિનજરૂરી ગભરાટ ન રાખો. એનાથી હૉસ્પિટલોની બહાર ધસારો થાય છે અને ખરા દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી. . દાખલ થવાની જરૂર તબીબને લાગે તો જ દાખલ થાવ

Most Popular

To Top