Gujarat Main

વાહનચાલકોને હાલપૂરતી આ દંડમાંથી રાહત આપતો રાજ્ય સરકારનો મોટો નિર્ણય

કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને (motorists) હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.ટ્રાફિક નિયમ (Traffic rule) ભંગ કરનારના વાહન પણ ડિટેઈન (Detain) નહીં કરાય મુખ્યમંત્રી રૂપાણી (Chief Minister Vijay Rupani) એ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં RTOમાં થતી ભીડ અટકાવવા આ નિર્ણય કર્યો હતો. આખા રાજ્યમાં હવેથી પોલીસ વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાના દંડ સિવાય અન્ય બીજા કોઈ દંડની વસૂલાત નહીં કરે. ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વાહનવ્યવહાર (Transportation) મંત્રી આર સી ફળદુ તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ અંગેની સૂચના આપી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરાય છે. આ ડિટેઈન કરાતા વાહનો પર બેથી આઠ હજાર રૂપિયા સુધીનો દંડ વાહનચાલકોને કરવામાં આવે છે. આ ઉપરાંત ડિટેઈન કરેલા વાહનોને છોડાવવા માટે વાહનચાલકોના RTO કચેરીમાં ધક્કા-ફેરા વધી જાય છે. આ કારણે મોટાપાયે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર રહેલો હોવાની રાજ્ય સરકાર સમક્ષ વ્યાપક રજૂઆતો થઈ હતી. જેથી મુખ્યમંત્રી રૂપાણી (Chief Minister Vijay Rupani) એ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં RTOમાં થતી ભીડ અટકાવવા આ નિર્ણય કર્યો હતો.


હાઇકોર્ટના આદેશ અનુસાર, માસ્ક ન પહેરનારા માટે રૂ.1000નો દંડ વસૂલવાનું નક્કી કરાયું છે. આમ છતાં પણ ઓગસ્ટ 2020થી જાન્યુઆરી 2021 સુધીના 6 માસ દરમિયાન રાજ્યના 16,87,922 લોકોએ માસ્ક નહીં પહેરીને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું. જેના પરિણામે રાજ્ય સરકાર દ્વારા દંડ પેટે રૂપિયા 1 અબજ 67 કરોડનો દંડ વસૂલ્યો છે.


જો કે, મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ ટુ-વ્હીલર હશે કે ફોર-વ્હીલર, તેમાં બેઠેલા વાહનચાલક ઉપરાંત સહચાલકે પણ માસ્ક નહીં પહેર્યું હોય તો વ્યક્તિદીઠ રૂ. 1000નો દંડ વસૂલવાનું ચાલુ રખાશે. ટ્રાફિક પોલીસ પણ માસ્ક વિના દંડ વસૂલવાની કામગીરી ચાલુ રાખશે. જો કે, આ પાછળનો ઉદ્દેશ સરકારી તિજોરી ભરવાનો નહીં પરંતુ માસ્ક પ્રત્યે અવેરનેસ વધારીને કોરોના સંક્રમણને કાબૂમાં રાખવાનો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

Most Popular

To Top