National

48 જ કલાકમાં નવી સિવિલમાં ખાનગી હોસ્પિ.ને 5177 રેમડેસિવિર ઈન્જેકશન અપાયા

શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ટુકડે ટુકડે રેમડેસિવિર ઈન્જેકશનની ફળવણી થઈ રહી છે. જેમાં આયોજન કરી કલેક્ટરના માર્ગદર્શનમાં વિતેલા 48 કલાકમાં નવી સિવિલમાંથી ખાનગી હોસ્પિટલોને 5177 ઇન્જેક્શન ફાળવાયા છે.

સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર કચેરીના નાયબ મામલતદાર, કલાર્ક સહિતના 20 જેટલો સ્ટાફ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડેસિવિર ઈન્જેકશનો સમયસર મળી રહે તે માટે સુદઢ વ્યવસ્થા કરી છે.

જે અનુસાર ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓને તા.૧૨મીએ ૨,૩૭૭ તથા તા. ૧૩મીના રોજ ૨,૮૦૦ મળી બે દિવસ દરમિયાન ૫,૧૭૭ જેટલા ઈન્જેકશનનો ફાળવણી કરવામાં આવી હતી.

ગઈકાલે 3 હજાર ઇન્જેક્શનનો સ્ટોક આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આજે વધુ 2500 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી હતી. મોડી સાંજે સરકારે ફાળવેલા ઇન્જેક્શનનો સ્ટોક પૂર્ણ થઈ ગયો હતો.

હવે આવતીકાલે જો સરકાર બીજો સ્ટોક ફાળવશે તો ઇન્જેક્શનની ફાળવણીની વ્યવસ્થા ચાલું રાખવામાં આવશે. જોકે સરકાર દ્વારા ક્યારે અને કેટલો સ્ટોક ફાળવાશે તે કહેવું મુશ્કેલ છે.

Most Popular

To Top