Charchapatra

ફરજ અને અધિકાર

અધિકાર જોઇએ છે પણ નૈતિક ફરજ બતાવાતી નથી. સરકાર, સમાજ વિગેરે વિગેરે સરકારી કે સામાજિક સંસ્થા પ્રજા માટે સુબાકતનું ધ્યાન રાખે છે અને આપે છે. આપણામાં અનૈતિક લાભ આપવાની મનોવિકૃતિ કેટલી  હદે વિસ્તરે છે? પણ આપવું નથી. છેતરપિંડી, કાયદાનું ઉલ્લંઘન,સંગ્રહખોરી જેવી સમાજને નુકસાનકારક મનોવૃત્તિને કેટલી વિકૃત બનાવી દીધી છે. ધાર્મિક દેખાતા આડંબરી ભકતો બે નંબરના બિનલેખિત દાન કરે છે તેનાથી સમાજને શો લાભ થયો! મંદિર મહાલયો, શિવાલયો પાછળ નામની તકતી માટે ઘેલાં અને ઘેલછા કાઢે છે. આ જ નાણાં બેનંબરી નાણાં કે સરકાર પાછલા બારણે ચેક દ્વારા લેવાય અને વ્હાઇટ કરે છે જે ભગવાન આપે છે તેને જ આપણે છેતરીએ.
અડાજણ          -અનિલ શાહ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભારતીય ખેલાડીની જીત
નોર્વે માં ચાલી રહેલી શતરંજ સ્પર્ધા માં આપણા ભારતીય સ્પર્ધક પ્રજ્ઞાનંદ એ સતત ત્રીજી જીત (હેટ્રિક) મેળવી. નોંધપાત્ર વાત એ છે કે આમાની એક જીત તો લાંબા સમય સુધી વિશ્વ ચેમ્પિયન રહેલા કાર્લસન મેગ્સન સામે ની, અને એ પણ કાળા મહોરા થી આ સિધ્ધી મેળવી હતી. જીત ની હેટ્રિક ની બીજી પણ આ પ્રકારે “કાળા રમકડા” થી રમી ને જ મેળવી હતી. સામાન્ય રીતે કાળા મહોરા થી જીતવુ અઘરૂ હોય છે, કેમ કે સફેદ ને પેહલા ચાલવાની તક હોવાને કારણે એ વ્યુહરચના નક્કી કરી શકે છે. અસ્તુ.
સુરત     -ચેતન સુશીલ જોષી           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top