Gujarat

પાલીતાણામાં બે શખ્સોએ યુવાન પર પેટ્રોલ છાંટી સળગાવી દીધો- યુવાનની હાલત ગંભીર

ભાવનગરના પાલિતાણામાં (Bhavnagar Palitana) વ્યાજના પૈસાની (Money Lending) ઉઘરાણી મામલે બે શખ્સો દ્વારા યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતી મામલે યુવાન પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવવામાં (Youth Burnt) આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. યુવાનની હાલત ગંભીર હોવાથી 90 ટકા સળગેલી હાલતમાં ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકે હોસ્પિટલમાં આપેલા પોતાના બયાનમાં બે વ્યાજખોર લાલો કાઠી અને ભઈલો કાઠીના નામ આપ્યા અને પોતાને સળગાવી નાખ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

પાલિતાણાથી 108 મારફતે આજે એક યુવકને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવકનું નામ મહેમૂદ શાહ છે અને તે વ્યવસાયે છૂટક મજૂર છે. પાલિતાણાના (Palitana) પચાસ વારીયા હુસેન ચોક પાસે રહેતા મહેબુબશાહ પઠાણ છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હતો. તેણે પાલિતાણામાં જ રહેતા અને વ્યાજે નાણા ધિરનાર શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે આર્થિક સંકડામણમાં આવી જતા મહેબુબશાહ પઠાણ સમયસર વ્યાજના પૈસા ચૂકવી શક્યો ન હતો. જેના કારણે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું છે.

ગઇકાલે આ વ્યાજખોરોએ હિસાબ ચૂકતે કરવાનું કહીં મહેબુબશાહને બોલાવ્યો હતો. આ બંને શખ્સોએ મહેબુબશાહને માર માર્યો હતો. જો કે, તેમાંથી એક શખ્સે તો પેટ્રોલ છાંટી મહેબુબશાહને જીવતા સળગાવી (Youth Burnt Alive) દેવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મહેમૂદે હોસ્પિટલમાં જણાવ્યા મુજબ ”લાલો કાઠી અને ભઈલો કાઠી મને પેટ્રોલ નાખી અને દિવાસળી છાંટી અને નીકળી ગયા હતા. તેઓએ મેહમૂદ પાસેથી 5000 રૂપિયાની ઉઘરાણીમાં 40,000 રૂપિયા લીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી હતી. મેહમૂદને ભાવનગર રોડ પર બોલાવી અને કહ્યું હતું કે આજે તો તને મારી નાખવો છે. એમ કહી લાલા અને ભઈલાએ પેટ્રોલ છાંટી મેહમૂદ પર દિવાસળી નાખી દીધી હતી.

યુવકને 108 સુધી લઈ જનારા એક સ્થાનિકે જણાવ્યું કે અમે જોયું તો આ છોકરો સળગેલી હાલતમાં પડ્યો હતો એટલે અમે તાત્કાલિક 108માં ફોન કરી અને લઈ આવ્યા. જો અમે પાંચ દસ મિનિટ મોડા પડ્યા હોત તો પણ કદાચ આનો જીવ ન બચ્યો હોત. મહેબુબશાહનું શરીર 90 ટકાથી વધુ દાઝી ગયું હોઈ સારવાર કરતાં તબીબોએ યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top