ગુજરાત (Gujarat) વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ થનાર હોય પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love Jihad) વિરોધી બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે અને જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આ કાયદો બની ચૂકયો છે. ત્યારે હવે ગુજરાતમાં લવ જેહાદ (Love Jihad) ના કાયદાને લઈને કડક કાયદો લાવવાની માંગ ઉઠવા પામી છે. જેથી આજે ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત માં જેહાદી તત્વો સામે સખતાઈથી કામ લેવા ગૃહમંત્રી (Pradipsingh Jadeja) એ જાહેરાત કરી હતી. તેમજ લવ જેહાદ (Love Jihad) ના આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવની પણ વાત સપાટી પર તરી આવી છે.
મહત્વની વાત છે કે ગુજરાતમાં લવ જેહાદના બે કિસ્સા સર્જાતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામી છે, વડોદરાની એક બ્રાહ્મણની પુત્રીને મુંબઈ લઈ જઈ ધર્મપરિવર્તન કરીને લવ મેરેજ કરાવવામાં આવતા ફરી એકવાર લવ જેદાહનું ભૂત ધૂણ્યું હતું અને ગુજરાતમાં લવ જેહાદના કાયદાની માંગ તીવ્રબનવા પામી હતી. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે નિવેદન આપ્યું હતું કે, મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યો છું. હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણી ભલે દીકરીને પારકી થાપણ ગણાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય.”
જેથી દીકરીને કસાઈઓ ના હાથમાં જતી કાયદા દ્વારા બચાવવા ગૃહમાં કાયદો બનાવવામાં આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંસ્થાપકના જન્મ દિવસે બિલ લાવ્યા છે તેમને અભિનંદન. તો ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા પર બોલતા કહ્યું હતું કે લવ જેહાદ મોટું ષડયંત્ર છે. પ્રેમમાં ફસાવીને ચોક્કસ કોમના લોકોની વસ્તી વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
વિધર્મી જેહાદીઓ સામે કડકાઈથી કામ થશે
આ સાથે રાજ્ય મંત્રી જણાવ્યું કે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે આ કાયદો બન્યો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવી લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી છે. જેને ધ્યાને લઇ હવે પરિવાર પણ ફરિયાદી બની શકશે, સાથે જ આવી માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.